बुधवार, 24 दिसंबर 2008

યે હે આઝમગઢ મેરી જાન


આઝમગઢ પ્રવાસ દરમિયાનના બે રસપ્રદ અનુભવો ટાંકું છું. લોકસભાની બે સીટો ધરાવતા આઝમગઢમાં શાકાહારી ભોજન માટેની સારી બેઠક વ્યવસ્થા ધરાવતી એક પણ હોટલ નથી. સારૂ ફર્નીચર છોડો, હોટલના નામના બોર્ડ પણ નથી હોતા. બાવાની મઢુલી જેવી હોટલો હોય છે. રસોઈમાં શિંગતેલ કે કપાસીયા તેલ વપરાતું નથી, સરસવનું તેલ વપરાય છે. તમે એમ માનતા હો કે શાકરોટલી ન ભાવે તો દાળભાત ખાઈને રોડવી લેવાશે. પણ સબુર, અઙી વઘાર સાથેની દાળ મળતી નથી, બાફેલી કે પલાળેલી દાળની વાટકી સાથે એક ગરમ કરીને ઠંડુ પાડેલા તેલની વાટકી પણ આપવામાં આવે છે. તમે ઈચ્છો એટલી માત્રામાં તેલને દાળની વાટકીમાં મિક્સ કરીને ખાઈ શકો. સ્વાદપ્રેમી ગુજરાતીને ભાત ખાઈને સળુ કરી લેવું પડે છે.

આઝમગઢમાં રોડવેઝ વિસ્તારમાં એક મોટું થિએટર (નામ યાદ નથી આવતું) આવેલું છે. આ થિએટરમાં હોલિવુડની સાયન્સ ફિક્શનની ‘હિન્દી ડબ’ ફિલ્મ ચાલતી હતી. રાત્રીના શોની ટીકીટ લીધી. શો શરૂ થવાને અડધો કલાકની વાર હતી અને હોટલ સાવ નજીકમાં હતી એટલે હોટલ જઈને ફ્રેશ થઈને રાત્રી પોશાક પહેરીને ફિલ્મ જોવા આવવાનું નક્કી કર્યુ. અડધો કલાક થઈ ગયો. ઉતાવળો થિએટર પહોંચ્યો. બહાર પ્રેક્ષકોને ન જોતા હું ઉતાવળો થિએટરમાં ઘુસવા ગયો ત્યા ચોકીદારે ‘ફિલ્મ ચાલું નથી થઈ’ કહીને અટકાવ્યો. વધુ ૧૦ મિનિટ થિએટરના વિશાળ પ્રાંગણમાં વિતાવી હશે ત્યા ટિકિટ કલેક્ટર મહાશય આવ્યા અને ટિકિટના પૈસા પાછા આપતા બોલ્યા, ‘એક ટિકિટ વેચાઈ હોવાથી શો કેન્સલ કરવામાં આવે છે. બીજા ૪૫ પ્રેક્ષકો આવી જાય તો શો ચાલુ થાય એ માટે આપણે વધારે ૧૫ મિનિટ રાહ જોઈ પણ સોરી...’

1 टिप्पणी:

Kirit Parmar (Kika) ने कहा…

wel come dear himmat. zalartanu laine aavya cho te gamyun!



kirit parmar