
માનસશાસ્ત્રના નિષ્ણાંત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસ્તી ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં ૧૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રછન્ન રીતે સજાતિય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતિય સંબંધોમાં માનતી જાતિના ‘એક્ટિવ’ અને ‘પેસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતિય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને એકટિવ અને નિષ્ક્રિય અર્થાત કે નીચેનો રોલ અદા કરે તે પેસીવ. ટુંકમાં દાતા તે એક્ટિવ અને સ્વિકારતા તે પેસિવ. મિત્રના ગામે એક ‘હોમો’ ગામનું ઘણુ જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’ નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો એક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતિય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પેસિવ’ બનાવીને પોતે ‘એક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પેસિવ રોલમાં આવી જાય છે. ‘હોમો’ની હિસ્ટ્રિ મેળવવામાં આવે તો મોટાભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતિય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.
આટલું મથાળું બાંધ્યા પછી મારે અહી સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મુકવી છે. સજાતિય સબંધોમાં અસ્પૃષ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજુ કરવા છે. મારે કહેવું છે કે આપણા પુર્વજોના ૧૪-૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ ભરેલું હતું.
આપણે અને આપણા કાયદાએ આપણા પુર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફુલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ. પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ઓ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતિય સંબંધો તો પરાપુર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ. આ દલીલને હું વજુદ વગરની બનાવીશ.
પુર્વે કિશોર વયે લગ્ન થઈ જતા હતા તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગેલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃતિમાં પ્રગટ કે પ્રછન્નપણે સેક્સ જ ઝળકે છે. અર્થાત કે સંસારી જીવો માટે જીવન આનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦-૩૫ વર્ષના થાય ત્યા સુધી વાંઢા રાખવાને વ્યાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઉંડે ઉતરીએ, તમે ત્રીશી વટાવી ચુક્યા હો તો જરા અંદર ઝાંકીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઉછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બેકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬-૧૭ વર્ષની. તમને ૩૦-૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઉઠી હોય એવું થતું હતું? રોમે રોમે શરણાઈઓના સુરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલીયાવેડા લાગતા હશે.
કારકિર્દિ ઘડવાની મથામણમાં એથી અનેકગણા કિંમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતુન કારકિર્દી ઘડી પછી પુંછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહી મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલા ઘુંસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંઘ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરીયાદ નથી.
ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનિય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઈન્ડની મેમરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખયાલોથી ભરાઈ જાય છે. પછી બહું થોડી ખાલી મેમરીથી ચલાવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દુર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધીના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધા હોય તો જીજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એતો સરળતાથી ઉપલબ્ધ સજાતિય માર્ગે વળી જશે.
પુર્વે ગણિકાઓ, વૈશ્યાઓના સ્થાનક નગર મધ્યે હતા. આજે આપણા બંધારણે દેહ વ્યાપારને ગેરકાનુની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જો કે પુર્વે જે ગણિકાની કોઠી એ થતો હતો તે દેહ વ્યાપાર આજે કોર્પોરેટ ઓફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહી ચુપ રહીશું, નહિતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.
1 टिप्पणी:
so, start blogging...good
एक टिप्पणी भेजें