सोमवार, 22 नवंबर 2010

સમાજકલ્યાણખાતુ અને તાંત્રિકોનું તરકટઃ બે માંથી કોણ વધુ હલકટ?



ધર્મ ધનપ્રાપ્તિ માટેનો સૌથી સરળ રસ્તો છે. લક્ષ્મીની ઝંખના કરનારાઓ આ વાતનું મહાત્મય સારી પેઠે સમજી ગયા છે એટલે જ તો ડગલે ને પગલે જ્યાં નજર નાખો ત્યાં એકાદ સાધુબાવો, મંદિર કે આશ્રમ તો દેખાઈ જ જશે. મંદિરોમાં મુર્તિ એકાદ જ હશે અને કદાચ મુર્તિ તમારી પહોંચથી દુર હશે પણ ચારપાંચ વ્યુહાત્મક જગ્યાએ ગોઠવેલી દાનપેટીઓ ઠેબે ચડતી હશે. ‘ભેટની રકમ દાનપેટીમાં જ પધરાવવી’ એવી સલાહ એટલા માટે લખવામાં આવે છે કે દેવ આગળ ભેટ ધરશો તો પુજારી ગળશી જાશે અને પુજારી આ મંદિરનો એમ્પ્લોઈ હોઈ મંદિરના અસલ માલિક સુધી ગરાસ પહોચે એ માટે ભેટ દાનપેટીમાં પધરાવવી. જો કે આની પાછળ ‘અન્યથા તમારી ભેટ રદબાતલ ઠરશે’ એટલુ ઉમેરવામાં આવે તો મંદિર માલિકોને વધુ ફાયદો થાય એમ છે. અમે તો સુચન આપ્યુ, માનવુ ન માનવુ માલિકની મરજી.

ધર્મનો વ્યાપાર એટલી ઝડપે વૃદ્ધિ પામી રહ્યો છે કે બહુ નજીકના ભવિષ્યમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મહાત્વાકાંક્ષી ઉદ્યોગસ્વામીઓ ભક્તોની લક્ષ્મીને આકર્ષવા વિશિષ્ટ મંદિરો ચણાવશે જેમાં દર્શનાર્થીએ રોકડ ભેટ નું જોખમ લઈને મંદિરે ન આવવું હોય કે બારોબાર આવેલા ભક્તના ખિસ્સામાં ભેટ માટેની રોકડ ન હોય તો તેમની સગવડતા ખાતર ગર્ભગૃહના ટોડલે જ ‘અહી ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ સ્ક્રેચ કરીને ભગવાનને ભેટ ધરાવી શકાશે’ વિજ્ઞપ્તિ લખવામાં આવી હશે.

બિઝનેસ ચેનલોમાં પણ રોકાણ માટેની સલાહ આપતા એક્સપર્ટ કહેશે કે તમારી પાસે બહુ નહી તો એકાદ વ્યવસ્થિત મંદિર બંધાવવા જેટલી પુંજી હોય તો એમ કરવું વળતરની અને સલામતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રોકાણ ગણાશે. ‘મંદિર બાંધવા માટે લઘુત્તમ વ્યાજદરે ધિરાણ આપવામાં આવશે, નો પેપરવર્ક, નો ગેરન્ટી રિક્વાયર્ડ. માત્ર સવા દિવસમાં જ ઘેર બેઠા લોન મેળવો અને શ્રી સવા કરો’ એવી બેંકોની જાહેરખબરોથી છાપા છલકાશે. વૈષ્ણોદેવી, તિરૂપતિ, શિરડીના મંદિરોની લઘુઆવૃત્તિઓ બધા શહેરોમાં નિર્માણ પામશે.

હાસ્ય વિનોદ બહુ થયો હવે જરા ગંભિર વાત કરીએ.

અત્યારે ધર્મના નામે રોકાણ વગર, નજીવા શ્રમે, વધુ વળતર આપતો ધંધો તાંત્રિકોનો છે. કામમાં સફળતાને લઈને અને એમનુ બાંધેલું કોઈ તોડી ન શકે એ માટે 100 ટકાથી લઈને 1000 ટકાની ગેરંટી આપતા તાંત્રિકોની જમાતની ટચુકડી જાહેરખબરથી રોજ ગુજરાતી છાપાનું અડધુ પાનું ભરાઈ જાય છે. તાળો મેળવો તો જરી, રોજ તાંત્રિકો જા.ખ. પાછળ કેટલા ખર્ચે છે.

ધર્મની તાંત્રિક શાખા પ્રત્યે અમારૂ ધ્યાન એટલા માટે ખેંચાયુ કે કાલે-પરમદિવસ અમદાવાદની નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે વૈભવી ધરણીધર વિલામાં રહેલા રાજેશ ઉનાકરે તેની પત્નિ અને બે બાળકો સમેત ચારેય જણાયે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તેની સ્યુસાઇડ નોટમાં તેમણે આપઘાત માટે વિનુ નાયક નામના તાંત્રિકને જવાબદાર ઠેરવ્યો હતો. આ તાંત્રિકે રાજેશની સમસ્યાઓના ઉકેલ માટે વિધીઓના નામે રાજેશ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યુ. એ પૈસેટકે ખાલી થઈ ગયેલા રાજેશ પાસેથી ઉઘરાણીઓ કરતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તાંત્રિક ગઠીયા હોય છે એ વાત તો હું જાણતો હતો પણ એ ગુંડાય હોય છે એની ખબર નહોતી.

અમે તાંત્રિકોની મોડસ ઓપરેન્ડીનો વર્ષો પહેલા અભ્યાસ કર્યો હતો. અઘોરી બાબા, સાંઈ જ્યોતિષી, કાલી ઉપાસક, હનુમાન ઉપાસક સિદ્ધ તાંત્રિકના ભળતાસળતા નામે તેઓ જાહેરખબર છપાવે છે. બાબા હોટલમાં ઉતરે છે અને જાહેરખબરમાં સંપર્ક માટે બોગસ નામે મેળવેલો મોબાઇલ નંબર છાપેલો હોય છે. મુલાકાત માટે ક્લાયન્ટ ફોન કરે એટલે બાબા કે બાબાનો અનુયાયી ફોનમાં બે-ત્રણ દિવસ પછીની એપોઈન્ટમેન્ટની તારીખ અને સમય લખાવી દે છે. વચ્ચેના બે-ત્રણ દિવસમાં ક્લાયન્ટના નંબરની મદદથી ક્લાયન્ટનું નામ-સરનામુ મેળવી લે છે અને બાબા એના માણસો દોડાવીને ક્લાયન્ટના એરિયામાં દોડાવીને છુપી રીતે ક્લાયન્ટના પરિવારની અછડતી હિસ્ટ્રી મેળવી લે છે. તાલિમ પામેલા બાબાના માણસો ક્લાયન્ટના પાસ-પડોશમાંથી ક્લાયન્ટના પરિવારના સભ્યોની સંખ્યા, તેમના નામ અને કામ જેવી શક્ય એટલી પ્રાથમીક જાણકારી મેળવી લે છે. દાખલા તરીકે, ક્લાયન્ટનું નામ રમેશચંન્દ્ર છે. એમનો 7 વર્ષનો દિકરો આશુ છે. રમેશચંન્દ્રના બે ભાંડુઓ સૌરાષ્ટ્રમાં આવેલા વતન પેથલપરમાં રહે છે, રમેશચંન્દ્રની પ્રાથમિક સમસ્યા વિશે જરા જાણવા મળે તો ઉત્તમ બાકી આટલુ ઇનફ છે.

બે દિવસ પછી રમેશચંન્દ્ર જેવા તાંત્રિક જ્યોતિષીની કેબીનમાં દાખલ થાય કે તરત તાંત્રિક કહેશે, ‘આવો રમેશભાઈ. દિકરો આશુ તો મજામાં છેને.’
રમેશચંન્દ્રઃ !!!
‘ગામડે પેથલપરમાં બધા સકુશળ તો છેને.’
રમેશચંન્દ્રઃ !!!
બાબાની દુરદ્રષ્ટિથી અવાક્ બનેલા રમેશચંન્દ્ર બાબાના ચરણોમાં માથુ મુકી દેશે. કોઈ દલીલ નહી, કોઈ શંસય નહી...તાહિમામ શરણાગતમ્.
‘રમેશભાઈ ચિંતાનું કોઈ કારણ નથી, તમને જરાક ફલાણા ફલાણાની નડતર છે, ફલાણી વિધી કરાવશુ એટલે બધી નડતર છુ થઈ ગઈ સમજો. ખર્ચ બહુ ઝાઝુ નથી ચાર-પાંચ હજારમાં પતી જશે.’

બાબાના ચમત્કારથી અભિભુત થયેલા રમેશચંન્દ્ર ફરી એકવાર બાબાના ચરણોમાં માંથુ નમાવીને વિધી માટે ‘હા’ ભણી દેશે. રમેશચંન્દ્ર વાંકી કેડે જ નમન કરતા બાબાના કમરામાંથી વિદાય લેશે અને બાબા ‘નેકસ્ટ્’ કસ્ટમરનું કાઉન્સેલિંગ કરશે. પછી નેકસ્ટ, નેકસ્ટ, નેકસ્ટ.... જધેલના તાંત્રિકોનું સંગઠિત તરકટ વર્ષોની ચાલે છે અને સમાજકલ્યાણખાતાને કોઈ પરવા નથી. બે માંથી કોણ વધુ હલકટ?

વર્ષો થયા ઓઢવ-અમદાવાદમાં માત્રા એક રેશનાલિસ્ટ મિત્રે એક જુનાગઢી બાબાને સમસ્યા નિવારણ માટે ઘરે બોલાવીને બાબાને મેથીપાક ચખાડ્યો હતો અને વારંવાર અમદાવાદમાં પધારવાની કૃપા કરતા આ બાબાને ફરીથી અમદાવાદમાં નહી ડોકાવાનું વચન લઈને જવા દીધો હતો એ વાતનું પણ અહી સ્મરણ થાય છે.

8 टिप्‍पणियां:

Shishir Ramavata ने कहा…

Damn cool post, Himmat. Very good. Keep writing more often.

himmat ने कहा…

ક્લાયન્ટના ફોન નંબર ઉપરથી જસ્ટ ડાયલ, ટેલિફોન ડિરેક્ટરી, ઇન્ટરનેટ જેવા માધ્યમોનો ઉપરયોગ કરીને બાબાલોગ ક્લાયન્ટ્સના નામ-સરનામા મેળવી લે છે.
પોસ્ટમાં આટલી સ્પષ્ટતા રહી ગઈ હતી.

बेनामी ने कहा…

હિંમત, હિમત ની સાથ બોલ્યો તો ખરો પણ રસ્તો ચુકી ગયો ભાઈ ! તાંત્રિકો તો ધણી ફુટે તેમ શામાટે નાં ફુટે ? જ્યાં દેવાવાળા નો રાફડો ફાટે, અનેક આપવા પડાપડી કરતા હોઈ ત્યાં એકલો બિચારો તાંત્રિક બધાને કેવી રીતે પહોચી શકે ? તેથી અનેકો તારણહાર ભેટી જાય તેમાં તાંત્રિકોનો દોષ? અહીજ તમે કાચું કાપ્યું !
પેલી કહેવત "લોભિયા હોય ત્યાં લૂંટારા ભૂખે નાં મરે " હરામનું ખાવાવાળા અને ભાઈ પાછા ડફોળો તેમનું બીજું થાય પણ શું ? તંત્રીકોને ભાંડવાનું બંધ કરો ! પડ્યા ત્યારે કહે એતો હું નમાઝ પડતો હતો . આવા લોકોને બચાવવાનો કોઈ ઉપાય ઉપરવાળા પાસે પણ હોય ખરો?

विजय चौहाण ने कहा…

धन्यवाद.. माहिती से भरपूर लेख के लिए..

Unknown ने कहा…

keep it up, himmatbhai,
hu pan journalism ma ek navi beat saru karva mangu 6u.'adharma pardaphas'. chalo apde vadhu ek daring kariye.best article.
benami bhai a j lakhyu 6 te to avu lage k loko ni agnanta ne motivate karva do....

बेनामी ने कहा…

very very very good artical. Thanks. Khub maza padi.

Unknown ने कहा…

You have written very less on comparison of both i.e tantriks & samaj kalyan khatu. will be pleased if u would write on the concrete jungle coming up in ahmedabad.

himmat ने कहा…

@Rahul.
સમાજ કલ્યાણખાતુ પ્રતિકાત્મક શબ્દ છે. મેં પ્રશાસનના અર્થમાં આ શબ્દ વાપર્યો હતો. એની વ્યાખ્યામાં પડશું તો કોઈ વળી કહે છે કે સમાજ કલ્યાણ ખાતાની જવાબદારીમાં આ આવતું જ નથી એતો અનુસુચિત જાતિ, જનજાતિ અને આદિવાસીના ઉત્કર્ષ માટે જ કામ કરતો વિભાગ છે. એને અને તાંત્રિકોના તરકટને શી લેવાદેવા.
પછી હું ગૃહખાતાનું નામ લખુ તો સરવાળે એવું સાબિત થાય કે ગૃહખાતાની જવાબદારીમાં પણ તાંત્રિકનો વિષય આવતો નથી. અને એ રીતે કોઈ ખાતાના શિરે જવાબદારી નહી આવતા આખરે એ ઠીકરૂ પ્રજાના માંથે ફુટશે.
માટે અહી સમાજ કલ્યાણખાતુ એટલે પ્રશાસન. સમાજના કલ્યાણનું રખોપુ કરવા માટે જવાબદેહ પ્રશાસન.
મૂલતઃ પ્રજાનું કામ મહેનતના માર્ગે પ્રદેશને સમૃદ્ધિ તરફ દોરી જવાનું અને પ્રશાસનનું કામ ગઠીયા, લુંટારૂ, ઠગથી પ્રદેશ ભેળાઈ ન જાય તેની વોચ રાખવાનું, તેમને દંડવાનું અને એ રીતે સુશાસન આપવાનું.
ઉઘાડેછોગ છાપામાં જાહેરખબર દ્વારા પણ વરસોથી તાંત્રિકોની લુંટ પ્રવૃતિ ચાલુ છે એટલે હું સમાજ કલ્યાણખાતુ ઉર્ફ પ્રશાસનને પણ આરોપીના કઠેડામાં મુકુ છું.