मंगलवार, 30 नवंबर 2010

એઇડ્સ પ્રિવેન્શન કે પ્રોત્સાહન?જ્યારે જ્યારે એઇડ્સ શબ્દ સ્મૃતિમાં આવે ત્યારે સૌ પહેલા મારી નજર સામે એ બે એચઆઈવી પોઝીટિવ પાત્રો તરી આવે છે જેનો મેં નજીકથી અભ્યાસ કર્યો છે. એક આઘેડવયની પ્રોસ્ટિટ્યુટ છે જેને સુરતથી એચઆઇવી પોઝીટીવ થઈને આવેલા હિરા વ્યવસાયિકે વરસો પહેલા એચઆઇવીનો ચેપ લગાડ્યો હતો. આજે આ બાઈ એ ગામના અડધો ડઝન લોકોને એચઆઈવીનો ચેપ લગાડી ચુકી છે. બીજો એચઆઈવી પોઝીટીવ યુવક હતો જે ચારેક વરસ પહેલા મરી ગયો. આ યુવકના નિદાનમાં એચઆઇવી પકડાયો તે દિવસથી એણે સ્વિકારી લીધુ હતું કે બહુ જલ્દી મરી જવાનું છે (આઈ થિંક ત્યારે એન્ટી રેટ્રોવાઇરલ ટ્રિટમેન્ટ અમલમાં નહોતી). મરણિયા બનેલા આ યુવકે એક મિશન આદર્યુ હતું કે પોતે મરે એ પહેલા શક્ય એટલા વધુ લોકોને એચઆઇવી પોઝીટીવ બનાવી દેવા. આ માટે એણે મહુવા મ્યુનિસિપલ હોસ્પિટલને ટાર્ગેટ કરી હતી. (એ વખતે હું મહુવા બ્લડબેંકનું સંચાલન કરતો હતો એટલે હોસ્પિટલના ડોક્ટરો પાસેથી મને આ વાત જાણવા મળી હતી) કશા જ કારણ વગર એ તાવ તરીયાનું બહાનુ આપી હોસ્પિટલમાં દાખલ થઈ જતો હતો. ડોક્ટરો એને દાખલ થવાની જરૂર નથી એવું કહે ત્યારે તે પોતાને બહુ અશક્તિ આવી ગઈ હોવાનું અને ઘરે કોઈ સારવાર કરનારૂ નહી હોવાનું બહાનુ આપીને દાખલ કરવા માટે કરગરી લેતો. પોતાનું ચેપગ્રસ્ત લોહી શક્ય એટલા વધુ લોકોના સંપર્કમાં આવે એ માટે એ પૈસા ખર્ચી નાખતો, આર્થિક સ્થિતિ નબળી હોવા છતા.
‘સાહેબ, જરા મેલેરિયાનો રિપોર્ટ કરાવી લોને ટાઢ વાય છે.’
‘સાહેબ, જરા લોહીની ટકાવારીનો રિપોર્ટ કરાવવો છે.’
‘સાહેબ, શક્તિના બાટલો ચડાવવો છે.’
ગમે તે રીતે લોકો પોતાના એચઆઈવી ગ્રસ્ત લોહીના સંપર્કમાં આવે એની એ હંમેશ ફિરાકમાં રહેતો. આમાંથી એ વિકૃત આનંદ મેળવતો હતો. હવે હોસ્પિટલના સ્ટાફ માટે એ રહસ્યમય વ્યક્તિ બની ગયો હતો. આખરે હોસ્પિટલના સ્ટાફે રહસ્ય ઉપરનો પડદો ઉચક્યો અને એને ‘ખબરદાર, હવેથી હોસ્પિટલના પરિસરમાં પગ ન મુકતો’ એવી ધમકી આપીને માંડ છંડવાડ્યો. જોકે એ મર્યો ત્યાં સુધી તેણે એક યા બીજા પ્રકારે એનું એઇડ્સનો ચેપ ફેલાવવાનું કાર્ય ચાલુ જ રાખ્યુ હતું. જોકે ઇન્જેક્શન કે ઘાવ થકી બહાર આવેલા લોહીમાં થોડા સમયમાં જ એચઆઇવીના જીવાણુઓ મૃત્યુ પામે છે તો પણ લોહીના સંસર્ગથી ચેપની શક્યતાને સંપુર્ણ નકારી શકાય નહી. એચઆઈવીનો ચેપ એ સુરતથી વરિયાળી ભાગોળ વિસ્તારથી લાવ્યો હતો અને એમના પત્નિ અને બાળકને પણ એણે એચઆઈવીનો ચેપ આપ્યો હતો.


પેલી પ્રોસ્ટિટ્યુટે અડધો ડઝન વધુ લોકોને એચઆઈવી વાહક બનાવ્યા એમને હું ઓળખુ છું. ગામમાં એમના ક્લાયન્ટનું લિસ્ટ તો ઘણુ મોટુ છું. એ બાઇને ખબર છે કે પોતાને એચઆઇવીનો રોગ છે અને પોતાનો ક્લાયન્ટ કોન્ડોમનો ઉપયોગ કરે તો તેનાથી બચી શકે. પણ તે તેમ કરતી નથી.


બિલ ગેટ્સનું મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને સરકાર અને બીજા ઘણા એઇડ્સ નાબુદી માટે અબજો અબજો રૂપિયાનું ભંડોળ ફાળવે છે જેનો મહદઅંશે ઉપયોગ એઇડ્સગ્રસ્તોને સહાનુભુતિ માટે થતો જોયો છે. એચઆઇવી પિડિતો જાણે શહિદસપુતો હોય એમ સંસ્થાઓ એમને સ્ટેજ ઉપર બેસાડીને આમંત્રિત સેલિબ્રીટી સાથે નૃત્ય અને હસ્તધુનનના કાર્યક્રમો યોજે છે. એમના વાંસા થાબડે છે. એ અક્કલના ઓથમીરોને ખબર નથી કે એ એઇડ્સની નાબુદી માટે કામ કરી રહ્યા છે કે ફેલાવા માટે?


અહી કરોડો લોકો કાળી મજુરી કરીનેય બે ટંક રોટલો પામતા નથી એનું તમને કાંઈ દાઝતું નથી અને તમને અસલામત વ્યભિચારને કારણે એઇડ્સનો શિકાર બનેલાઓ ઉપર એવું તે કેવું હેત ઉભરાય છે કે તમે એમના ક્ષેમકુશળનું જતન કરવા નિકળ્યા છો. એઇડ્સ નાબુદી ઝુંબેશની માને કુતરા પૈણી ગ્યા કે એઇડ્સનો ગધો ખાઈમાં ગયો? આખરે થયુ શું એ કોઈ કહેશે અમને.....

4 टिप्‍पणियां:

Pavan Bhardwaj ने कहा…

વ્હાલા હિમ્મતભાઇ,
તમારા અંતર મનમાં ઘુમરાઇ રહેલા વિચારોની અભિવ્યક્તિ અને સ્વયંમના મગજમાંથી વિચારોના વમનરૂપી તમારા બ્લોગ ખરેખર મારા જેવા ઘણાની અંતર આત્માને ઢંઢોળી જાય છે.
માટેજ તમે ભલે લખતા કે અહીં તમે કોઇના મસ્તિષ્કને વિચારોથી ભરવાની કવાયત આદરી નથી. છતા લાગણીથી જોડાયેલા પોતાની વ્યક્તિનો પડયો બોલ ઝીલવાની માનવ સંબંધોના મૂળભુત સ્વભાવના કારણે તમારા જેવી સંવેદનશીલ વ્યક્તિ માટે આ બ્લોગરૂપી ખાલી જગ્યા પણ જવાબદારી માંગી લે છે.
હિમ્મતભાઇ 'એઇડ્સ પ્રિવેન્સન કે પ્રોત્સાહન' આ વિષય પર તમારા અંતરમનથી નીકળેલી લ્હાયને હું સમજી શકું છુ. પરંતુ છતાય માત્ર બે ઘટનાઓથી કેન્દ્રિત તમારી આ પીડા અજાણતાજ એચ.આઇ.વી. એઇડ્સથી ગ્રસ્ત અને પ્રભાવિત એક ખૂબ મોટા નિર્દોશ જનમુદાય (જેમા બાળકો, પત્નિ, સગર્ભાઓ, માતાઓ અને સ્નેહીજન) ની ઠેકડી ઉડાડતુ હોય તેમ લાગે છે.
માટેજ મારા મિત્ર તમને મારી નમ્ર અરજ છે કે સમાજનાં હાસિંયામાં પડેલા પરંતુ મુળભુત જાતીય વ્રુત્તિ સાથે જોડાયેલાં આ વિષય માટે અહિ પડેલ ખાલી જગ્યામાં અંતરમન માંથી કંઇક એવા વિચારોનુ વમન કરો કે જેથી તમારાં બ્લોગ સાથે જોડાયેલી મારા જેવાં ઘણાં બધા લોકોની અંતરઆત્માને ઢંઢોળીને એચ.આઇ.વી. એઇડ્સથી ગ્રસ્ત અને પ્રભાવિત નિર્દોશ લોકો સાથે સમાજના ઠેકેદારો તરફથી જે ભેદભાવ અને કલંકની ભાવના રાખવામાં આવે છે તેને દુર કરીને તેમને પણ પોતાનો જ ગણીએ તો એચ.આઇ.વી. એઇડ્સ આજના સમય માટે મોટી સમસ્યા નથી.

પવન ભારદ્વાજ

बेनामी ने कहा…

Just appropriate...good one Himatbhai...BULL'S EYE

-Chandrark Bhavsar

Nikunj ने कहा…

hello himmatbhai,
i understood your feelings. we cant asume that so many people will make a hiv patient.

I have no word for them just say...

God Bless them...

CAPT. NARENDRA ने कहा…

પ્રિય હિમ્મતભાઇ,
આપનો વેધક લેખ ઊંડી અસર કરી ગયો. હું લંડનમાં હતો ત્યારે આવી જ વૃત્તિની એક સ્ત્રીએ લંડન અન્ડરગ્રાઉન્ડ (ટ્યુબ) ટ્રેનમાં એડ્ઝના રક્ત વાળી સીરીન્જથી પ્રવાસીઓ પર જખમ કર્યા હતા. પોલિસે તેને પકડી, Attempt to Murderનનો કેસ કરી જેલ ભેગી કરી તી.

મહુવાના સરકારી ડૉક્ટરોએ પેલા વિકૃત માણસ પર શરૂઆતમાં જ કેસ કર્યો હોત તો અનેક લોકો બચી જાત. પેલી વેશ્યા હજી પણ છુટી ફરે છે તેનું આશ્ચર્ય છે!