सोमवार, 23 अगस्त 2010

હે પ્રભો, બુડથલને બુદ્ધિ દયોસોમનાથનું વિશેષ વળગણ. ભવ્ય મંદિર, મંદિરના કોટે અફળાતી અફાટ જળરાશિ, શરણાઈ-નગારા-ઝાલરના મધુર ધ્વની સાથેની આરતિ... મને મહાદેવ અને મહાસાગરને પ્રણિપાત કરવા માટેનું કાયમ ખેંચાણ રહે છે. સુર્ય આથમતીવેળાએ એકતરફ સુવર્ણજડિત લાગતા મંદિરના કાંગરાએ અંડિંગો જમાવતા સેંકડો કબુતરોનો મેળો, બીજી તરફ ક્ષિતિજ સુધી નજર નાખો ત્યાં સોનું પથરાયુ હોય તેવો આભાસ કરવતો મહાસાગર(આખો દિવસ મહાદેવના ચરણોમાં માથુ અફાળવાનું આ ઇનામ હશે)... રમણિય દ્દશ્ય જોતા ઘડીભર તમામ જીવનઆંકાંક્ષાઓ કોરાણે મુકાઇ જાય છે, સમય થંભી જાય છે, જીવનસંગીતનો વિખરાયેલો સુર ફરી તાલ સાથે સંગત મેળવી લે છે.


ગયા અઠવાડિયે એકલો સોમનાથ ગયો ત્યારેય બહાર ઘુઘવતા મહાસાગરની જેમ હદયમાં પણ ઉર્મિઓનો સાગર ઘુઘવતો હતો પણ આ વખતે એ મોજાઓનો વેગ અને ઉછાળો જરા મંદ હતા. આમ કેમ થયુ દૈવ.


પિનાકપાણી,
મદિરની શ્વેત દિવાલોના ગર્ભમાં શ્યામ રંગના લિંગને જોવા ટેવાયેલી મારી આંખો સુવર્ણજડિત મંદિરની ભિંતો અને અટ્ટાલિકાઓ તરફ પરાણે દોરવાઈ ગઈ. હાય, મહાદેવ સાથે નજર અનુસંધાન માટે તરસતી મારી આંખોને દિવાલ અને અટ્ટાલિકાઓ કેમ ખેંચી જાય છે. મહાદેવ, મહાદેવ...શું અમગળ થવા બેઠુ છે?
કોઈપણ મંદિરનું કેન્દ્રબિંદુ એના ગર્ભગૃહમાં સ્થાપેલા દેવ જ હોય, એની દિવાલો નહી. સુવર્ણ અલંકારોથી દેવને શણગારવાનો બધો અભરખો મુર્તિ નીચેના પેટાળમાં સોનુ-રૂપુ-નાણુ પધરાવીને પુરો કરવાની છુટ છે પણ દિવાલોને સુવર્ણથી અલંકારિત કરીને દેવ કરતા દિવાલોને વધુ મહત્વ આપવાની ચેષ્ટા મહાદેવ માફ ન કરો. મંદિરની સાત્વિકતાને હણવા તૈયાર થયેલા સોમનાથ ટ્રસ્ટના કારભારીઓને ડારો દયો પ્રભુ અને એમ કરતાય પાછા ન વળે તો અડબોથ જ ચોપડી દેજો.


પ્રભુ આ દાસની એક અરજ છે કે એને ધમકાવતા કે ધોલધપાટ કરતા પહેલા કારભારીઓ સાથે શાંતિમંત્રણા કરજો. અહિંસા પરમો ધર્મ પ્રભુ. એમને કહેજો કે સૌરાષ્ટ્રના મોટાભાગના દેવ-સ્થાનકોમાં સદાવ્રત ચાલે છે. સોમનાથ ટ્રસ્ટ જો મંદિરને સોને મઢવા જેટલુ સમૃદ્ધ થઈ ગયુ હોય તો ગુજરાતી થાળીના 25 રૂપિયા લેવાનું બંધ કરી દે અને વિનામુલ્યે હરિહરનો સાફ પડાવે અને આ ઉજળી પરંપરાને વધાવે.


પ્રભુ, અવિવેક માફ પણ બીજી એક વાતે આપનું ધ્યાન દોરવું છે. મંદિરમાં દાનબારી ખોલી છે તે બંધ કરાવી દો. મંદિરમાં તો માત્ર અને માત્ર દર્શન જ હોય. પ્લીઝ એમને કહો કે દાનનું કાઉન્ટર મંદિરની બહાર રાખે. બહુ ગુસ્સે થયા વગર પ્રેમથી વાત કરજો પ્રભુ, તમારી વાત એ માની જશે. મંદિરમાં સાંસારિક વ્યવહારોને સ્થાન કેવુ? ત્યાં તો ભક્ત અને ભગવાન, આત્મા અને પરમાત્માના મિલન શિવાય કશુ ન ખપો.


આજે તમને અરજ કરી છે ત્યારે ભેળાભેળ ત્રીજી એક નાની પણ અગત્યની વાત આપના કાને નાખ દઉ, પ્રભુ અમને તો એવી સમજણ મળી છે કે મંદિરમાં જવાનો મુખ્ય હેતું માનવને શાંતીના વાતાવરણમાં જાત સાથે સંવાદ સાધવાનો મોકો આપવાનો, આત્મસ્મરણ જગાવવાનો છે. મંદિરમાં ઘોંઘાટને વળી સ્થાન કેવું. પણ મહાદેવ, અહી આ લોકો માઇક ઉપર ધુન-ભજનની કેસેટ લગાવીને નકરો ગોકીરો કરે છે. શાંતિ મેળવવા માટે અને ભિતરી કોલાહલ ઉપર નજર નાખવા તમે અમને મંદિરનો આશ્રય આપ્યો, પણ બહાર કરતા તો અહી માઇક વધુ મોટા અવાજે ઘાંટા પાડે છે.


પિનાકપાણી, એતો અમને ખબર છે કે આપ અમારા દિલમા વાસ કરો છો એ અર્થે અમારે છેક સોમનાથ સુધી લાંબા થવાની જરૂર નથી, પણ પ્રભુ અમારૂ દિલ જ અમને તમારી તમારી કને મજબુરન ખેંચી જાય એનું શું? માવતર વછોયા સંતાન જેમ માવતરને ભેટવાનું સપનું સંજોતા હોય એમ અમે હે જગતપિતા, તારી કને દોડી આવીએ તો એમાં અમારો વાંક ન જોઈશ.


ઓહ પ્રભુ, હું તો મારા દુખને તારી આગળ ગાઈ બેઠો બાકી એ કંઈ તારાથી થોડુ છાનું રહે? ક્ષમા. સોમનાથ ટ્રસ્ટવાળા ડઠ્ઠર દિલના હોય અને તારી વાત ન માને તો એમને બહુ ઘઘલાવીશ નહી પ્રભુ, મને એ બધી અવ્યવસ્થા વચ્ચે રહીને પણ તારૂ આરાધન કરવાનું ગજુ આપી દે જે. બસ પછી... જાગીને જોઉ તો જગત દિસે નહી...જેવો ઘાટ થાય તો ગંગા નાહ્યા.

9 टिप्‍पणियां:

Love All Serve All ने कहा…

Dear Himmatbhai,
I read your blog about Somanth Temple. I really appreciate your article. The situation in all our religious places is almost like the same. The surroundings of the temple are dirty, filthy and full of trashes. Some time I feel that how God can live in such a places.

Just yesterday I went to Pavagadh temple with my friends. I saw thousands of devotees walking up with the Shraddha in their heart. When I was walking I saw two ladies dragging their five year old boy towards the temple. I saw the five year old boy was so tired,crying and was not able to walk anyways but both the ladies dose not see the pain that boy was suffereing. My mind start thinking that we called it Shraddha or Andhshraddha.

The another thing i have noticed on my way to Mahakali temple that I saw the walkways filled with the full of plastic bottles, water pouches plastics, wafer plastics and so many other dirts. I saw the some of the historical monuments on the way and i was surprised they are not maintained very well. People used that place for urinal and toilets.
The famous lakes are full with the plastic stuff.

On my way back to Machi I saw a gang of eunich(Hijada)extorting money from the people. When I refused to give they all started gandi galo(foul languages) to me. I was so embarrassed seeing there were lots of ladies passing through and listening the gal.

When i came back and complained one of the police man busy taking bribe from the Jeep wala's. The answer i got from the policeman surprised me that there is no law against this people. I can not do anything. I and one of my US friend looked at each other and go back to our hotel. My mind start thinking again.

Regards,
Shirish Dabhi
info@manavsadhna.org

urvish kothari ने कहा…

પિનાકપાણી ચંદ્રમૌલિ પાર્વતિપતિ સાથે મારે તો પંકજ મલ્લિકે ગાયેલી સ્તુતિઓ પૂરતો જ સંબંધ, પણ તમારો એમની સાથેનો (એકતરફી) સંવાદ વાંચવાનું ગમ્યું.
તમારા લખાણ નીચે મારી સહી.

Kirit Parmar (Kika) ने कहा…

બુડથલોને બુદ્ધિ મળે તે માટે અરજ ને અડબોથ બંને સાથે ફટકારી તે ઠીક કર્યું. વારતહેવારે આ રીતે અડબોથ પર અડબોથ ફટકારતા રહો એવી શુભેચ્છાઓ સાથે...આમ પણ આ કામ હિંમતનું જ છે.

Pancham Shukla ने कहा…

ઘણા વખતે ઝાલરટાણાની ઝપટે ચડી ગ્યો. પિનાકપાણી સાથે પ્રત્યાયન માણ્યું.

dhruv chauhan ने कहा…

My dear Himmat katariya,

First of all How r u ????


I hope r u fine...

I read your blog link.

Thanks...to send me.


good...Your Gujarati language extra...ordinary.


send me a blog link.... in future...i am eagerly looking forward to seeing your blog.

Please do send blog links.Thanks.


Dhruv Chauhan

बेनामी ने कहा…

IT IS NICE

-jay shukla

himmat ने कहा…

@કિકા
એને અડબોથ ફટકારશે પિનાકપાણી.

himmat ने कहा…

@ધ્રુવભાઈ,
ભાષાનું તો વૈશ્યા જેવું છે જે વધુ વાંચે તેની કને જાય. મુદ્દામાલ તો વિચાર છે.

himmat ने कहा…

@ઉર્વિશભાઈ,
પિનાકપાણી સાથે વાંધો શું કામ, સંબંધ હશે તો કોકદી' કામ આવશે.