शनिवार, 24 जुलाई 2010

પ્રિત કી લત તો હે એસી લાગી?


પરમ વિજ્ઞાન એમ કહે છે કે વિશ્વ એ અંતતોગત્વા વિચારોનો સમુહ માત્ર છે. દારૂડિયાના વિચારો સતત નશાની અને દારૂ રિલેટેડ બાબતો અંગેના હોય છે. એટલે એનું વિશ્વ દારૂનું પિઠું, મહેફિલના સાથીદારો, અમલ અને છુપાઈને અમલ કરવા માટેના ઝાડીઝાંખરાવાળા નિર્જન સ્થળો...વગેરે હોય છે. દારૂડિયાને ક્યાંય અજાણ્યા સ્થળે જવાનું થાય તો ત્યાં ટુંક સમયમાંજ તેનું વિશ્વ સર્જાઈ જાય છે.

પત્રકારો, વકિલો, ઉદ્યોગકારો, રાજનિતિજ્ઞો, ગવૈયા-ભવૈયાઓ, પ્રેમીઓ, કામીઓ વગેરેનું પણ આવું જ હોય છે. આમાથી પ્રેમીઓની જાત ઉપર જરા બિલોરી કાચ ફેરવીએ,

તમે તમારા કાને અત્યાર સુધી જે શબ્દો અથડાયા કે તમારી આંખે જે દ્રષ્યો ઝીલ્યા એના આધારે પ્રેમ માટે તમારા મનોવિશ્વમાં એક ચોક્કસ વિજાતિય પાત્ર ઘડ્યુ છે. એનો નાક-નકશો, વાણી-અદા સાથેનું પ્રેમી પાત્રનું શિલ્પ તમારા મનોવિશ્વમાં ઘડી કાઢ્યુ છે. બજારમાંથી તમને આ ક્રાઈટેરિયા ધરાવતું કોઈ મળ્યુ એટલે તમારી અંદર છુપાયેલી પ્રેમમુર્તિ સપાટી ઉપર આવે છે અને તમને શરીરમાં વિજળીક કરંટ પસાર થઈ ગયાનો અનુભવ થાય અને અંદરની મુર્તિનો બહાર પડઘો પાડતી એ વાસ્તવમુર્તિને પામવાના એનકેન પ્રકારે પ્રયત્નો આદરી દો છો. તમે એ પાત્રને જુઓ કે તુરંત તમારી અંદરની નિષ્પ્રાણ પ્રેમમુર્તિમાં એની પ્રતિચ્છાયા પ્રવેશી જાય છે અને તમે અંદરની મુર્તિ સાથે ઇચ્છિત ક્રિયાઓ કરવા લાગો છો, રોમેન્ટિક સંવાદોથી લઈને સહશયનની ક્રિયા. તમારી અંદરની જૈવરાસાયણિક પ્રક્રિયાની બહાર અસર પડે છે અને લોકો કહે છે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હૈ.'

આખરે તમે કોઈ ભિખારી કે અસ્થિર મગજના વિજાતિય પાત્રના પ્રેમમાં કદી નથી પડતા એનું કારણ પણ આ જ છે.

અહી એવું નથી હોતુ કે તમારી મનમુર્તિના સો એ સો ટકા ગુણધર્મો એ વિજાતિય પ્રેમી પાત્રમાં મોજુદ હોય ત્યારે જ દિલની ઘંટી વાગે. શક્ય છે કે હોઠનો મેળ ન ખાતો હોય પણ આંખો અદ્દલ એવી જ હોય. ચાલમાં ન જામતું હોય પણ ગાલ, હડપચી અને હથેળીમાં 99 ટકાની સામ્યતા હોય. 75 - 80 ટકાની સામ્યતા હોય એટલે ચોકઠુ ફિટ થઈ જાય. ચક્કર ચલાવવામાં પનો ટુંકો પડે કે ચક્કર ચલાવ્યા પછી કોઈ વાતે વાંકુ પડે અને પ્રેમભંગ થઈ જવાય તો નો પ્રોબ્લેમ. ગાલ, હડપચી, હથેળી વગેરેને જવા દો, મુર્તિના હોઠ, કૂલા, હાથ, છાતી જેવા અન્ય પરિણામો સાથે મેળ ખાતો હોય એવું પાત્ર મળી જાય એટલે પાછી દિલની ઘંટી વાગશે. અને તમે પહેલામાં ન લપેટાયા એ જ સારૂ થયુ આ બીજુ પાત્ર જ તમારા ખરા પ્રેમને પાત્ર છે એવી સાંત્વના સાથે આગળ વધશો.

ફરી પાછી જૈવ-રાસાયણિક પ્રક્રિયા અને એના બાહ્ય ફેરફારોને કારણે લોક કહેશે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હે.' અને પછી તમે પણ નફકરા થઈને કહેશો કે 'કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહના.'

અલબત્ત આ કેમેસ્ટ્રીમાં વિજાતિય પાત્રની મનોમુર્તિ સાથે તમારો ઘણેઅંશે મેળ ખાવો જરૂરી છે નહિતર એના દિલની ઘંટી નહી વાગે અને તમને ફોગટના ફેરા ખાઈને પગમાં આંટણ પડી જશે. તમે ફ્લેક્સિબલ થઈને કલ્ટી મારવાને બદલે અહી જ ગંગા જમનાનું રટણ ચાલુ રાખશો તો દેવદાસ બનવાનો વારો આવશે. આવી રીતે આજીવન વહેમમાં રખડી ખાનારાઓની તાદાત પણ ઓછી નથી હોં. વળી બધા પ્રેમમાં ઠરીઠામ થયા પછી કાંદો કાઢી લેનારા નથી ઠરતા, આવું કેમ? એ વાત ફરી ક્યારેક. આમાંથી જ એક બીજો આડપ્રશ્ન ઉદ્દભવે છે કે પ્રેમ અને સેક્સ વચ્ચે કેવોક સખ્યભાવ? એ ચર્ચા પણ આજની જેમ ફરી વરસાદ પડે ને મૂડ ચડે ત્યારે માંડશું.

5 टिप्‍पणियां:

ગોધુલીએ ઘર તરફ ने कहा…

sav sacu..hImtjI...

vajesinh ने कहा…

ભાઈ પ્રેમદીવાના, પ્રેમના ટ્યૂશનક્લાસ શરૂ કરો તો લોકો રાધાકૃષ્ણને કે ઓશોને ભૂલીને તમને યાદ કરશે

વિચાર ચતુર્મુખ ने कहा…

હિંમતજી એક્સટ્રા મેરીટીયલ અફેર કરવાનો ઈરાદો છે કે શું?

himmat ने कहा…

@વજેસિંહ,
અમે પ્રેમના ફુગ્ગામાં સોય ભોંકવા ડગ માંડ્યા અને તમે પ્રેમના ટ્યુશનક્લાસ ચાલુ કરવાની શિખ દઈ દીધી.

himmat ने कहा…

@વિચાર ચતુર્મુખ
તમે ચતુર્મુખથી વિચાર કરવામાં થાપ ખાઈ ગયા એવું કેમ અમને લાગે છે.