रविवार, 4 जुलाई 2010

ગધેડાઓ સિંહ બચાવોના નારા લગાવે છે

વાઘ બચાવો,
સિંહ બચાવો,
દિપડા બચાવો,
રોઝ-રેડા(કાળીયાર) બચાવો
થોડાક વર્ષો પહેલા સિંહની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ જતા વન્યપ્રાણી હિતરક્ષકોને ભારે ગભરામણ થઈ ગઈ હતી પણ છેલ્લા વર્ષોમાં સિંહની વસ્તીગણતરીમાં સિંહોની આબાદીમાં ઘણો વધારો થયો છે એટલે હવે તેઓ ઘણી શાતા અનુભવે છે. ભાવનગર પાસે કાળીયારનું વિશાળ અભ્યારણ આવેલું છે. એક દાયકા પહેલા વન્યપ્રાણી હિતરક્ષકો શિંગડાવાળું કાળુ હરણ ઉર્ફે કાળિયાર પ્રાણી ટુંક સમયમાં પૃથ્વી ઉપરથી અદ્દશ્ય થઈ જશે એવુ કહીને મ્હો વાળતા હતા. રોઝ અને રેડાના જતન ખાતર એમને સંરક્ષિત પ્રાણી ઘોષિત કરવામાં આવ્યુ એટલે આજે કાળીયાર અભ્યારણમાં રોઝ-રેડાનો ફાલ એટલો તો ફુલ્યો ફાલ્યો છે કે આ સંરક્ષિત પ્રાણીઓ ભાવનગરના છેક છેવાડાના મહુવા તાલુકાના ગામડાઓની સીમમાં લહેરથી આંટા મારે છે, લીલો ચારો ચરે છે.
આ બુડથલ વન્યપ્રાણી હિતરક્ષકોમાં એવો કોઈ મહુવા-તળાજા-ભાવનગરના ગામડાનો ખેડુત નહી હોય, જેની મહિનાઓની મહેનતના પરિણામે લહેરાતો થયેલો પાક એક રાતે રખોપામાં સહેજ ઝોકુ આવી જતા રોઝડાઓએ ખુંદીને જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

સિંહ બચાવો કે વાઘ બચાવો ના સુત્ર વાળી ટીશર્ટ પહેરનારાઓની ટોળકીમાં ગીરના નેસનો એ એક પણ આહિર-રબારી નહી હોય જેની રાંકના રતન સમી રૂપિયા પચાસ હજારની કિંમતની ભેંસને સિંહે ફાડી ખાધી હતી.

વાત મારા અનુભવની છે. રોઝની ચામડી ગેંડાની ચામડી જેવી હોય. પુરી તાકાતથી તમે એના વાંસે ધોકો મારો તો ત્યા ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ “આઘાત અને પ્રત્યાઘાતી બળો સરખા અને વિરૂદ્ધ દિશાના હોય છે” લાગુ પડશે. જો તમે સહેજ પણ ગફલતમાં રહ્યા તો ધોકો રોઝની પીંઠ ઉપરથી ઉછળીને તમારે લમણે અફળાશે અને તમારી માલિકીની વાડીમાં ઉભેલું રોઝ તસુભર પણ નહી ખસે અને રોઝને પાડી દેવાનો મનસુબો ધરાવતા ખુદ તમે જમીનદોસ્ત થઈ જશો.

બુલફાઈટનો બુલ લાલ કપડાને જોઈને ભડકે છે એમ રોઝને ભગાડવું હોય તો સફેદ કપડુ ફરકાવો. હું 15 – 17 વર્ષનો હતો ત્યારે અમારી સીમમાં ક્યારેક રોઝ-રેડા ભુલા પડી જતા અને અમે એમને ભગાડી મુકતા. આજે આલમ એ છે કે ખેડુતોએ પાકના રક્ષણ માટે આખી રાત વાડીનું રખોપુ કરવું પડે છે. એકલ-દોકલ રોઝ ભાગ્યે જ હોય, ટોળાના રૂપમાં ત્રાટકે છે. એક રાત ગફલતમાં ગઈ કે ઝોકુ આવી ગયુ તો પાકના નામનું નાહી નાખવાનું. પાડા કરતાય વધુ શક્તિશાળી રોઝને પાકથી દુર રાખવા કાંટાના તારની વાડ પણ કામ નથી આપતી. એવી વાડ એ ઠેકીને તોડી પાડે છે. કેટલાક ખેડુતોએ આનો મજબુત અને ખતરનાક ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ રાત્રે કાંટાની તાર સાથે વિજપ્રવાહના વાયરને જોડી દે છે અને સવારે ડિસકનેક્ટ કરી દે છે.

વર્ષ પહેલા વતન ગયો ત્યારે બાળગોઠીયા ખેડુ મિત્રના મોઢેથી એક કિસ્સો સાંભળીને હું ધ્રુજી ગયો, મને રાજ્ય પ્રશાસન અને વન્યપ્રાણી હિતરક્ષકો પ્રત્યે દાઝ ચડી. મારો બાળગોઠિયો મિત્ર મને વાડીમાં રોઝ-રેડાના આંતકની કથની સંભળાવતો હતો. એ દશ્યની સીમનો એક ખેડુત સવારે તારની વાડે આપેલો ઇલેક્ટ્રિસિટીનો વાયર ડિસકનેક્ટ કરવાનું ભુલી ગયો. સવાર સવારમાં એણે ચુલો ફુંકીને ચા બનાવી અને શેઢા પાડોશીને ચા પીવા બુમ મારી. પાડોશી યુવક ચા પીવા આવતો હતો અને વાડ ઠેકવા ગયો અને કરંટ લાગતા ત્યાં જ મૃત્યુ પામ્યો.

સાસણગીરના જંગલમાં ત્રણ દિવસ એક નેસમાં રહેવાનું થયુ. નેસડાના પરિવારો અને સિંહને સાવ નજીકથી જોવાનું બન્યુ હતું. એમની ચરવા ગયેલા ભેંસના ખાડામાંથી એકાદ ડાલામથ્થી સિંહનો શિકાર થઈને ઓછી થાય તો એનો આ નેસવાસીઓને બહુ રંજ નથી, કારણ કે તે મોટા મનના અને સમદર પેટા માનવીઓ છે. પણ...

વાઘ શિંહ કુતરા બિલાડા અને કીડી મંકોડીના અધિકારો માટે મેદાને પડતા એ કમઅક્કલો- પ્રશાસનના સંબંધિત અધિકારીઓ અને વન્યપ્રાણી હિતરક્ષકોને કોઈ એ સમજાવો કે પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી પ્રાણી છે.

5 टिप्‍पणियां:

Bhavesh N. Pattni ने कहा…

Nice topic, explained well.

rupen007 ने कहा…

રોઝ ને કૂદતા જોવા હોય તો અમદવાદ નજીકની નર્મદા નહેરના પુલ અને સીમ જેમકે અડાલજ , ભાટ , કોબા પર રાત્રે જોવા મળશે. મેં આ રોઝને મારુતી વાન પર કૂદતા જોયા છે.રોઝ ચાલુ વાહન સામે આવીને કૂદકો મારવામાં હોંશિયાર હોય છે.રોઝ નું ટોળું કુદકા મારતું જોવા તો તમારો શ્વાસ રોકાઈ જાય.

Dilip Singh ने कहा…

હિતરક્ષકોને કોઈ એ સમજાવો કે પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી પ્રાણી છે.

રાજની ટાંક (Wildlife Lover) ने कहा…

એમ તો હું પ્રાણીપક્ષી બચાવવોના અંદોલન ચલાવતો નથી,પણ એક સમતુલિત પર્યાવરણ ઈચ્છું છું,તથા ભારતીય સંવિધાન અનુશાર પર્યાવરણનું રક્ષણ કરવું તે ભારતના દરેક નાગરીકની ફરજ છે. તેથી વિનંતી કરુ છું કે 'Save wildlife'
એમપણ ગુજરાતમાં મંદિર,મસ્જિદ અને દેરાસરો સિવાય જોવા જેવું કશું છે જ શું ! નળ સરોવર અને ગીર,રતન મહાલમ જેવા અભ્યારણ્યોમાં અમારા જેવા નાસ્તિક વાઈલ્ડ લાઈફ લવર કૅમેરા લઈને દોડી આવે છે.પ્રાણીપક્ષીઓ અને જંગલોના ભોગે મનુષ્યનો પ્રચંડ વસ્તી વધારો સ્વિકાર્ય છે ?
પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી નહી પણ હીંસક પ્રાણી છે.ઈતિહાસ સાક્ષી છે ,વર્તમાન જોઇ રહ્યાં છો અને ભવિષ્યની એંધાણી ૫૦ ડીગ્રી તાપમાને આપી દીધી છે.
ખરા લોકો છે યાર ! સિંહ અને વાઘને ઘાસ ખાતા જોવા ઈચ્છે છે.

बेनामी ने कहा…

bahu j sari vat muki chhe.shinh bacho ni bumran machavti tolkine khas lagu pade chhe.

suresh gavaniya