शुक्रवार, 21 मार्च 2014

નેતા મોટો કે નિતિમત્તા?

'ચૂંટણીઓમાં જ્ઞાતિવાદને કોઈ કાળે નકારી શકાય તેમ નથી' લગભગ તમામ રાજકીય ચર્ચાઓમાં આવુ સમીકરણ ઉભરે છે અને બહુમત કહોને કે લગભગ લોકો, એને હોંશેહોંશે વધાવે છે. આવી આબોહવા ચોમેર ફેલાયેલી જોઈને થયું ચલો આમાંથી સચ્ચાઈનો તાગ મેળવીએ... વાતની શરુઆત હું મારાથી કરીશ. હું આહિર જ્ઞાતિમાંથી આવું છું. આહિરો મુળે માલધારી પ્રજા એટલે રાજકારણ સાથે બહુ લેવાદેવા નહોતી પણ હમણાથી સમુહલગ્નો સહિત જ્ઞાતિના દરેક મેળાવડામાં રાજકીય આગેવાનો જ્ઞાતિબંધુઓને એક થવાની વાત પર ભાર મુકે છે. રાજકીય પહોંચ વધારવાની વાત કરે છે. એકસંપ થવાની વાતે પટેલ જેવી અન્ય જ્ઞાતિઓના દાખલા દઈને તેઓ કેટલા આગળ નિકળી ગયા અને તમે કેટલા પાછળ રહી ગયા તેનું મેદનીને ભાન કરાવે છે. સફેદ વસ્ત્રોમાં મેળાવડાઓમાં ફરતા રહેતા આવા નેતાઓ દેવદુત જેવા લાગે છે પણ વાસ્તવમાં આવા લોકો સમાજના મોટા દુશ્મન છે. તેઓ પોતાની અંગત મહાત્વાકાંક્ષા સંતોષવા, રાજકીય મોરચે જીત મેળવવા, નિર્દોષ પ્રજાને ભરમાવે છે. કૃષ્ણ આહિર કુળમાં જનમ્યા હતા. એમના સંતાનો અંદરોઅંદર લડી મર્યા, યાદવાસ્થળી સર્જાઈ ત્યારે પણ કૃષ્ણએ તેમને બચાવવાની ચેષ્ટા નહોતી કરી. કૃષ્ણ પરમાત્મા ઇચ્છત તો તેમના સંતાનોને બચાવીને, અન્ય રાજ્યો પર વિજય મેળવીને સૌ સંતાનોને અક્કેકુ રાજ સોંપી શકત. પોતાના અને પરાયા વચ્ચેનો ભેદ પાડવાને બદલે તેમણે જે ન્યાયની પડખે ઉભા રહેવાનું અને અન્યાયીનો વધ કરવાનું ઉચિત ગણ્યું. એ માટે એમણે સગા મામાનો અને પિતરાઈ ભાઈનો પણ વધ કર્યો. એકસંપ થઈને અશક્ત જ્ઞાતિઓનો ખો કાઢી નાખવાની કૃષ્ણએ કદી સલાહ આપી નથી. દૈવી ગુણો ધરાવતા આહિરો એની રખાવટ અને રોટલાથી પંકાતા હતા. એની સત્યનિષ્ઠાથી પંકાતા હતા. એ મૂલ્યો મા પૈણાવા ગયા. એ મૂલ્યોનું જતન કરવાની, એનું ગૌરવ લેવાની કોઈ મંચ પરથી વાત નથી કરતું. એને તો બસ જ્ઞાતિજનોના મતોના સહારે પોતાની સત્તા વધારવાની પડી છે. એક નિર્દોષ પ્રજાની આંખોમાં સત્તાનો સુરમો આંજી પોતાના વશમાં કરવાનો હુન્નર એમણે સાધ્યો છે. હજુ આહિર બહુ આહિર નેતાઓ પેદા નથી થયા અને જે નેતાઓની વાતોને પ્રજા બહુ માથે નથી ચડાવતી એટલું આશ્વાસન છે. હજુ આહિર સેના નથી રચાઈ પણ આ જ વિચારમાંથી બ્રહ્મસેના રચાઈ છે, ક્ષત્રિય સેના રચાઈ છે, કોળી સેના રચાઈ છે. કયા આક્રમણોને ખાળવા, કોની સામે મોરચો માંડવા આવી સેનાઓ રચાય છે? કોઈને ખબર નથી. કેમકે સૌની આંખોમાં સત્તાનો ચુરમો આંજી દેવાયો છે. આવી સેનાઓ રચનારાઓને કે એના સેનાપતિ થનારાઓ પણ ખાંડ ખાય છે. એમને એ ખબર નથી કે આવી જ સેનાએ દુનિયાને વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમી દીધુ હતું. જર્મનીમાં યહુદીઓએ એકસંપ થઈને બાકીની પ્રજા પર એટલો તો જુલમ ગુજાર્યો કે આખરે એ સૌકોઈનું લોહી વિશ્વયુદ્ધના ખપ્પરમાં રેડાયું. જ્ઞાતિ ગૌરવનો માપદંડ રાજકીય પ્રતિનિધિત્વ કદી ન હોઈ શકે. જ્ઞાતિ ગૌરવ લેવું જ હોય તો જ્ઞાતિના ઉમદા મુલ્યોનું જતન કરીને, સંવર્ધન કરીને લેવું. આમ સેનાઓ રચવાથી અને સભાઓ ગજવવાથી તો સમાજ પતનની ખીણમાં જઈ બેસશે. કેમકે તમે એકસંપ થઈને કોઈના હક્કહિસ્સાનો કોળિયો છીનવી લો છો ત્યારે એ ભુખે મરે છે કે નહી એની ચિંતા જવા દો, તમે હરામખોરની ઓલાદ બની જાવ છો એ મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ.

बुधवार, 22 अगस्त 2012

દેવદર્શને જતા દેવલોક થયા...

માનતા પુરી કરવા જતા ટ્રેકટર પલટી ખાઈ ગયું અને અમુક દબાઈ મર્યા... માતાના મંદિરે ધાર્મિક સમારોહમાં ભાગદોડમાં અમુક કચડાઈ મર્યા... દેવદેવીના દર્શને જતા-આવતા અકસ્માતમાં મરી જનારાની સંખ્યા બહુ મોટી છે. કદાચ આતંકવાદી હુમલામાં મરનારા કરતા વધુ ધર્મસ્થળો સાથે જોડાયેલા અકસ્માતમાં મરતા હશે. આવું કેમ થાય છે? માતાજી કે દેવતા શ્રદ્ધાળુઓની રક્ષા કરવાને બદલે તેનો બલી લેવાનું કેમ પસંદ કરે છે? કાળ કેમ દેવીદેવતાના ભકતોને માર્ગમાંથી ઉપાડી જાય છે? થોડા વર્ષો પહેલાની વાત છે. કચ્છમાં એક પ્રખ્યાત ધાર્મિક સ્થળે મોટો મેળો ભરાયો હતો. દુરદુરથી બબ્બે દિવસ ચાલીને લોકો આવતા હતા. એક જ પરિવારના 8 જણાએ રોડની બાજુની વાડીમાં રાતવાસો કર્યો. એક ટ્રક રોંગ સાઇડમાં ઘુસી ગયો. ટ્રક રોંગ સાઇડમાં રોડ ઉપરથી ઉતરીને રોડથી ઘણે અંદર વાડીમાં એક હારમાં સુતેલા પરિવાર ઉપર ફરી વળ્યો. આખો પરિવાર ચગદાઈ ગયો. માન્યામાં ન આવે એવો અકસ્માત. ટ્રેકટર પલટી મારી જાય. વાહનના પૈડા નિકળી જાય. સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દે. અફવા ફેલાય અને ધકકામુકી થાય. મોટેભાગે ધાર્મિક અકસ્માતોના કારણો પણ અગમ્ય કેમ હોય છે? જવાબ આમ છે; જાણીતા દેવદેવીઓના સ્થાનકોનો ચોકકસ પ્રભાવ હોય છે. એ સ્થળના પ્રભાવક વાઇબ્રેશન્સ હોય છે. અને એ જળવાઈ રહે તે માટે આવા ધાર્મિક સ્થળે આકરી ડિસિપ્લીન જરૂરી છે. એ વાઇબ્રેશન્સને હાનિ ન પહોંચે એવું વર્તન મુલાકાતીનું હોવું જોઈએ. બાઅદબ એમની પ્રાર્થના થાય એ સિવાય આવા સ્થળે કોઈ સામાજિક, વ્યવહારિક પ્રવૃત્તિનો નિષેધ છે. આ અદબ તુટે એટલે દેવ-દેવી ભોગ લે છે. અદબ તોડવાનું આકરૂ મૂલ્ય ચુકવવું પડે છે. ઉપરના કિસ્સામાં ચગદાયેલો પરિવાર મેળામાં જઈ રહેલો ખિસ્સાકાતરૂ પરિવાર હોઈ શકે. હું નાનો હતો ત્યારે ટ્રેકટરમાં માનતા પુરી કરવા જતા સમુહનો ઘણીવાર હિસ્સો બન્યો હતો. મંદિર પરિસરમાં પ્રવેશતા જ મારૂ હદય ભાવભર્યુ થઈ જતું. પણ જુવાનિયા કુટુંબીજનો મંદિરના પરિસરમાં પણ છિનાળવા કરતા એવું આજે મારા સ્મરણમાં આવે છે. આવી પ્રવૃત્તિને દેવી કઈ રીતે ચલાવી લે? ઘણી વખત હું જેમા બેઠો હોઉ તે ટ્રેકટર સહેજ માટે મોટા અકસ્માતનો ભોગ થતા બચી ગયું છે. ટ્રેકટરના વ્હિલમાં અચાનક ફટાકડો થઈ ગયો. અચાનક વ્હિલ નિકળી ગયું. સામેથી આવતા વાહન સાથે અથડાતા ઇંચવાર રહી ગયું. આ અકસ્માતના પરચા મળ્યા હતા એ છિનાળવૃત્તિઓના કારણે. અને અકસ્માત અટકયા હતા મારા જેવા શુદ્ધાત્માઓના કારણે. ભલા તમે કલેકટર કમિશનર કચેરીમાં પણ એક અદબ સાથે પ્રવેશો છો. ત્યારે પૂણ્ય સ્થળે જતા તો એથીય વિશેષ અદબ અને આદર જોઈએ. નહિતર એ દિવ્યાત્મા અકસ્માતની ચાબૂક વિંઝશે જ.

गुरुवार, 9 जून 2011

પ્રજાના ઘરોને કોણે પલિતો ચાંપ્યો?


ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

ઘણા વખતથી આ પ્રશ્ન પજવતો હતો.
સૃષ્ટિ ઉપર હું સવાત્રણ દાયકાથી વિચરણ કરૂ છું. પણ છેલ્લા બે-પાંચ વરસમાં મને મારી આસપાસનું બધુ બદલાયેલું લાગે છે. દાયકાઓ લગી મને દોરતી પ્રણાલીઓ અચાનક અદ્દશ્ય થઈ ગઈ. એમાં સૌથી વધુ અકળાવતો પ્રશ્ન એ હતો કે અચાનક જ જમીન મકાનના ભાવ પાંચ ગણા કરતાય વધારે થઈ ગયા એનું કારણ શું? અચાનક બજારમાં પૈસાની રેલમછેલમ થઈ ગઈ એનું કારણ શું? રિયલ એસ્ટેટમાં સ્થિતિ એ હદે વકરી કે 15-20 હજાર રૂપિયાના પગારદારને આખી જીંદગી કામે તોય સારૂ મકાન નસીબ ન થાય. પોતીકુ મકાન ન હી ધરાવતા મજુર-કામદારોને તો ઉપર આભ-નીચે જમીન જેવી પરિસ્થિતિ આવી. લગભગ પગાર જેટલું તો ખોલીનું ભાડુ હોય. વળી નાના-મોટા શહેર, ગામડાઓ... બધે જમીનના ભાવો આસમાને ગયા.

ઉંડો વિચાર કરતા કંઈક તાળો મળ્યો.

ગઈ લોકસભાની ચુંટણીમાં ભાજપનું મુખ્ય ચુંટણી સૂત્ર હતુ, પોતે સત્તા ઉપર આવશે તો ભારતનું વિદેશી બેંકોમાં જમા કાળુ નાણુ ભારતમાં પાછુ લાવશે. અબજો રૂપિયાના કાળાનાણાનો મુદ્દો પ્રજા માટે ઘણો સંવેદનશીલ છે એ કોંગ્રેસને કંઈ શિખવવાનુ ન હોય. તરત કોંગ્રેસે કહ્યુ કે યુપીએ સત્તામાં આવશે તો અમે પણ એ કાળુ નાણુ ખેંચી લાવીશું.

દેશના બંને મુખ્ય પક્ષો ચુંટણી ઢંઢેરામાં આવી જાહેરાત કરે એટલે સ્વાભાવિકપણે ધનપતિઓને વિદેશી બેંકોમાં જમા પોતાના ધનની સુરક્ષાને લઈને ચિંતા થાય. એ પુંજીપતિઓ તત્કાળ પહોંચ્યા વિદેશી બેંકમાંથી નાણા ઉપાડી લેવા.

કાળા-ધોળા કરીને એકત્ર કરેલી સંપત્તિ અને આબરૂ બંને જાય એવું એ સમૃદ્ધ શકુનિઓ કદાપી પસંદ ન કરે. પૈસા ઉપાડી લેવા માટે આવેલા ભારતિય નેતા, અધિકારીઓ, ઉદ્યોગમાંધાતાઓના ધાડા જોઈને સ્વિચ બેંક હાંફળીફાંફળી થઈને કહે કે તમે બધા પૈસા ઉપાડી લેવા આવ્યા છો પણ અહી તમે આવો એટલે તરત અમે નોટો ગણી દઈએ એવુ તો કેમ બને. તમે જરા ખાતાધારક અંગેની બેંકની કલમો વાંચીને પછી હરકતમાં આવો. તમારા પૈસા સ્વાભાવિકપણે અમારા ગજવામા ન હોય, એતો અમે ધીરી દીધા હોય. બેંકના કાયદા પ્રમાણે કાળાનાણીયાઓને પોતાની જમા રકમના 10 ટકા રકમ તત્પુરતી પાછી મળી.

એ રકમને સંતાડવાના રસ્તા શોધવા માંડ્યા. અને ત્યાંથી લાવેલી એ અધધધધ... 10 ટકા રકમને હરામખોરોએ અહી જમીન-મકાનમાં સગેવગે કરી. એ નીચ પ્રજાતિએ કીડીને કોશનો ડામ દીઘો અને એમ રિઅલ એસ્ટેટ ભડકે બળ્યું.

रविवार, 6 मार्च 2011

ગરવા ગિરનારની ગોદમાં


ગુજરાતનું સૌથી મહત્વપુર્ણ ધાર્મિક સ્થાન ગિરનાર. એક જમાનો હતો કે સાત સમદર પારથી ખોજી લોકો અધ્યાત્મની શોધમાં ગિરનાર ખુંદતા હતા. ગરવા ગિરનારના દર્શન માત્ર અનુભુતિનો વિષય છે. શાળામાં હતો ત્યારે ગિરનાર ચડ્યો હતો. તે વખતે પગથિયા ઉપર પગ ચાલતા નહોતા, ઉડતા’તા. ચરણને જરીકેય થાક નહી. એ પછીના ત્રણ દિવસનો પ્રવાસ દોડાદોડી અને કુદાકુદી સાથે પુરો કર્યો હતો. એ જાણે ગઈકાલની ઘટના હોય એમ એ દ્દશ્યો આંખ સામેથી પસાર થતા હતા. મનમાં હતું કે દત્તને ચરણે માથું નમાવવામાં તે કેટલીવાર. રમતા રમતા ડુંગરો ચડીશું અને બે-ચાર દિવસ મોજ પડે ત્યાં સુધી તળેટીમાં નાગા સન્યાસીઓને નિહાળ્યા કરીશું. હું અને મારા જીગરનો ટુકડો ડુંગર ચડીને ઉતરી ગયા પછી મને ખિજ ચડી મારી જાત ઉપર. દત્તાત્રેયની ટુંકના દર્શન કરવામાં તો ભવસાગર તરવા જેવો થાક લાગી ગયો.
‘પહેલા કામ અને પછી રામ’- જીવનમાં વનપ્રવેશ ટાણે વ્યવહારના કામ ઉકલી ગયા પછી સુખેથી શ્રીગોપાળ ભજવાની વાત કરનારી કમજાત પ્રજાને બે બે કીલોની ચોપડવાની ઇચ્છા થઈ. એક ગિરનાર ચડવામાં 33 વર્ષે શરીરના કડાકા બોલી જતા હોય તો 55 વરસે એની માનું નળુ પ્રભુ ભજન થાવાનું હતું! હરામની પ્રજા અને એથીય હરામના ગુરૂમહારાજો એમ કહીને નાની ઉંમરે ઉઠી રહેલા વૈરાગ્ય ઉપર પાણી ફેરવાનું કામ કરે છે. અરે ભાઈ, વનપ્રવેશ પછી બહુબહુ તો છુટથી વાછુટ થાય. બાકી શરીર સખ નો લેવા દે.

સમય બદલાઈ ગયો. ગિરનારના પગથિયા ઘસાઈને સાવ લિસ્સા થઈ ગયા અને લોકોના સુંવાળા મન ખરબચડા થઈ ગયા. પહેલા ગિરનાર ચડતા ત્યારે શરૂઆતમાં થોડા પગથિઆ સુધી શિંગ-ચણાની દુકાનો હતી. હવે છેક દત્તાત્રેય સુધી પાનબીડા, વેફર, વટાણા, શાકપુરી મળે છે. લોકોને જ્યાં થાય ત્યાં ધંધો કરી લેવો છે. બાકી બધુ જાય મા પૈણાવા.
પહેલા રસ્તામાં ગિરનાર સાથેનો મૌન સંવાદ થતો હતો હવે ડગલેને પગલે લોકોના ખિસ્સાના મોબાઈલમાંથી ફિલ્મી ગીતો ફુંટે છે. સાત હજાર ફુટની ઉંચાઈએ પણ, અલખ ધણીના ઓટલે પણ લોકોને ફિલ્મીગીતોનો સંગાથ જોઈએ છે.

કો સુતેલા ઋષિ જેવો ગિરનાર શિવરાત્રીટાણે વધારે ભોળુડો લાગે છે. કદાચ ભોળુડા બાળ નાગા સન્યાસીઓ એની ગોદમાં આળોટવા આવે એનું એને હેત ઉભરાતુ હશે. અંગે ભભૂત ચોળીને પોતાના લંગોટ, થેલો, ચિપિયો, તુંબડી સાથે ગિરનારની ગોદમાં ધુણી ધખાવીને જય ગિરનારીની અહાલેક જગાવતા પાંચ વર્ષથી લઈને પંચ્યાશી વર્ષના નાગા સન્યાસીઓ. ઓહ, સેંકડો નાગા સન્યાસીઓના એક જેવા નિર્દોષ ચહેરાઓ. એમાં કપટની આછી લકીરેય ન દેખાય. ભભૂત ચોળેલો આખો નગ્ન દેહ અને એમાં કોઈક કોઈક નાગાએ આંખે કાળા ચશ્મા ચડાવ્યા હોય. પાંચેક વરસના એક નાગા તો રમકડાની બંદુક ફોડતા હતા અને મુડ ચડે ત્યારે બાજુમાં પડેલા વાડકામાંથી યાત્રાળુઓના કપાળે ભભૂતનું તિલક કરતા હતા.

એક નાગા યાત્રાળુ મહિલાએ કાખે તેડેલા બાળક તરફ આંગણી ચીંધીને કહે છે, “માઈ, ઉસકો મુજે દે દે. વો હમારે લીયે હૈ. તેરે પાસ તો કારખાના હૈ. ફિર તું જીતના ચાહે બના લે.”

ભવનાથનો મેળો અધ્યાત્મના યાત્રીઓ માટે, ખોજીઓ માટે પણ સવિષેષ મહત્વ ધરાવે છે. અહી આખો માહૌલ સાત્વિક ઉર્જાથી છલકાતો હોય છે. નાગાઓના ચહેરા ઉપરની નિર્દોષતાથી આકર્ષાઈને કોઈકોઈ વિદેશી પણ ઝટાધારી બનીને ગાંજાની ચિલમ ફુંકતા જોવા મળે છે. કયા પરિબળોએ એમને નાગા બનવા પ્રેર્યા હશે? પોતાના ચિંથરેહાલ પરિવારને જોઈને ભિતર વૈરાગ્યની એવી અગનજ્વાળા પ્રગટી અને મનમાં ભાવ ઉઠ્યો કે આમ કાગડા, કુતરા પેઠે રવડી રવડીને મરવા કરતા સન્યાસી બનીને જાતને ઓળખવામાં જીવતર ખર્ચી નાખવું સારૂ? આર્થિક રીતે બેહાલ, પ્રેમભગ્ન યુવકો પણ નાગા સન્યાસ લેવા ઝંપલાવતા હશે?

સન્યાસમાં ઠેર-ઠેર દંભ ભાળ્યો અને નાગા સન્યાસીઓને જોઈને, એમના ચહેરાઓ ઉપરની માસુમિયતને જોઈને થતુ હશે કે સત્વ-તત્વ અહી મળશે? ફિર તો આગે આગે ગોરખ જાગે. નાગા સન્યાસીને ફરી સંસારમાં જવાની ઇચ્છા થાય તો?’ એક બાબા કહે છે, “એ સંભવ નથી. 12 વર્ષની આકરી તાલીમ પછી સન્યાસ આપવામાં આવે છે. કસોટીઓ કરીને સન્યાસ આપવામાં આવે છે. યહા પર ભી જુઠ, કપટ બહુત હે. ફિર ભી આપકી દુનિયા સે યે દુનિયા બહેતર હૈ.” તમને જાણીને નવાઈ લાગશે પણ તળેટીમાં ધુણી ધખાવીને બેઠેલા આ નાગા સન્યાસીઓએ પણ એમના આશ્રમમાં 500 રૂપિયા જેટલી ભેટ આપવી પડે છે. યુવાનોના નાગા બનવાના આકર્ષણ પાછળનું કારણ? સૌથી મોટુ કારણ ગાંજાનો નશો. નશેડીઓ નાગા સન્યાસી બનવા વધુ આકર્ષિત થાય છે. પછી સતત ગાંજો ફુંકવો અને નશામાં રહેવું એજ એમનું જીવન બની જાય છે. ગાંજા શિવાય એની કોઈ આસ કે પ્યાસ નથી રહેતી. તેઓ આજના કપટી સંસારીઓથી સારા પણ વાસ્તવિક અધ્યાત્મથી માઇલો દુર છે. અને આ દુરી વધતી જાય છે.

તળેટીથી જુનાગઢ બસ સ્ટેશન તરફ આવવા એસ.ટી.ની સ્પેશિયલ બસો મુકવામાં આવે છે. બસ ભરાય એટલે બસ ઉપડે. ટિકીટ 10 રૂપિયા. એવી જ વ્યવસ્થા જુનાગઢ એસ.ટી. ડેપોથી તળેટી જવા માટેની. સ્વાભાવિક જ સ્ટેશનથી તળેટી જનારા યાત્રાળુઓનો પ્રવાહ વધારે હતો. હલીલાખ માણસ ભવનાથના મેળામાં આવે છે. તળેટીમાં પાર્કિંગમાં બસોનો ઢગલો થઈ ગયો અને ડેપોમાં યાત્રાળુઓ બસની રાહમાં હજારો ફુટ લાંબી કતારમાં ઉભા હતા. વર્ષો પહેલા મારા પિતા અહી લાઈનમાં ઉભા હતા અને અઢી કલાકે તળેટીની બસમાં ચઢવા મળ્યુ હતું. એ વાતને દાયકો થયો. આજે વસ્તી વધી છે, ઘસારો વધ્યો છે. કતાર જોતા 4-5 કલાકની રાહ જોવી પડી હોય તો પણ નવાઈ નહી. કેવી વિટંબણા! સરકારી મેળાવડામાં ખાલી બસો દોડાવાય અને લોક મેળાવડામાં એસ.ટી. તંત્ર કમાણી કરવા લોકોને કલાકોની રાહ જોવડાવે. રિક્ષાવાળાઓને દુર ખદેડી મુકવામાં આવ્યા હતા નહીતર તેઓ બે પૈસા રળત અને લોકોને 10 રૂપિયામાં વગર હાલાકીએ તળેટીએ મુકી જાત. નો ડાઉટ, ભવનાથના મેળામાં આ રીતે એસ.ટી.એ લાખોની કમાણી કરી હશે. પણ એ કમાણીનો અર્થ શું? યાત્રાળુ ગિરનાર ચડવાના હોઈ બે પૈસાની કમાણી કરવા એમને હાલાકીનો શિકાર બનાવવો એ વિકૃત માનસિકતા નહી તો બીજુ શું? અરે કમનસીબો, તમારે દરેક જગ્યાએથી કમાણી જ કરવી છે તો વાપરશો કઇ જગ્યાએ? કમબખ્તો જવાબ તો આપો. નીચના પેટનાવ.

मंगलवार, 30 नवंबर 2010

એઇડ્સ પ્રિવેન્શન કે પ્રોત્સાહન?



જ્યારે જ્યારે એઇડ્સ શબ્દ સ્મૃતિમાં આવે ત્યારે સૌ પહેલા મારી નજર સામે એ બે એચઆઈવી પોઝીટિવ પાત્રો તરી આવે છે જેનો મેં નજીકથી અભ્યાસ કર્યો છે. એક આઘેડવયની પ્રોસ્ટિટ્યુટ છે જેને સુરતથી એચઆઇવી પોઝીટીવ થઈને આવેલા હિરા વ્યવસાયિકે વરસો પહેલા એચઆઇવીનો ચેપ લગાડ્યો હતો. આજે આ બાઈ એ ગામના અડધો ડઝન લોકોને એચઆઈવીનો ચેપ લગાડી ચુકી છે. બીજો એચઆઈવી પોઝીટીવ યુવક હતો જે ચારેક વરસ પહેલા મરી ગયો. આ યુવકના નિદાનમાં એચઆઇવી પકડાયો તે દિવસથી એણે સ્વિકારી લીધુ હતું કે બહુ જલ્દી મરી જવાનું છે (આઈ થિંક ત્યારે એન્ટી રેટ્રોવાઇરલ ટ્રિટમેન્ટ અમલમાં નહોતી). મરણિયા બનેલા આ યુવકે એક મિશન આદર્યુ હતું કે પોતે મરે એ પહેલા શક્ય એટલા વધુ લોકોને એચઆઇવી પોઝીટીવ બનાવી દેવા. આ માટે એણે મહુવા મ્યુનિસિપલ હોસ્પિટલને ટાર્ગેટ કરી હતી. (એ વખતે હું મહુવા બ્લડબેંકનું સંચાલન કરતો હતો એટલે હોસ્પિટલના ડોક્ટરો પાસેથી મને આ વાત જાણવા મળી હતી) કશા જ કારણ વગર એ તાવ તરીયાનું બહાનુ આપી હોસ્પિટલમાં દાખલ થઈ જતો હતો. ડોક્ટરો એને દાખલ થવાની જરૂર નથી એવું કહે ત્યારે તે પોતાને બહુ અશક્તિ આવી ગઈ હોવાનું અને ઘરે કોઈ સારવાર કરનારૂ નહી હોવાનું બહાનુ આપીને દાખલ કરવા માટે કરગરી લેતો. પોતાનું ચેપગ્રસ્ત લોહી શક્ય એટલા વધુ લોકોના સંપર્કમાં આવે એ માટે એ પૈસા ખર્ચી નાખતો, આર્થિક સ્થિતિ નબળી હોવા છતા.
‘સાહેબ, જરા મેલેરિયાનો રિપોર્ટ કરાવી લોને ટાઢ વાય છે.’
‘સાહેબ, જરા લોહીની ટકાવારીનો રિપોર્ટ કરાવવો છે.’
‘સાહેબ, શક્તિના બાટલો ચડાવવો છે.’
ગમે તે રીતે લોકો પોતાના એચઆઈવી ગ્રસ્ત લોહીના સંપર્કમાં આવે એની એ હંમેશ ફિરાકમાં રહેતો. આમાંથી એ વિકૃત આનંદ મેળવતો હતો. હવે હોસ્પિટલના સ્ટાફ માટે એ રહસ્યમય વ્યક્તિ બની ગયો હતો. આખરે હોસ્પિટલના સ્ટાફે રહસ્ય ઉપરનો પડદો ઉચક્યો અને એને ‘ખબરદાર, હવેથી હોસ્પિટલના પરિસરમાં પગ ન મુકતો’ એવી ધમકી આપીને માંડ છંડવાડ્યો. જોકે એ મર્યો ત્યાં સુધી તેણે એક યા બીજા પ્રકારે એનું એઇડ્સનો ચેપ ફેલાવવાનું કાર્ય ચાલુ જ રાખ્યુ હતું. જોકે ઇન્જેક્શન કે ઘાવ થકી બહાર આવેલા લોહીમાં થોડા સમયમાં જ એચઆઇવીના જીવાણુઓ મૃત્યુ પામે છે તો પણ લોહીના સંસર્ગથી ચેપની શક્યતાને સંપુર્ણ નકારી શકાય નહી. એચઆઈવીનો ચેપ એ સુરતથી વરિયાળી ભાગોળ વિસ્તારથી લાવ્યો હતો અને એમના પત્નિ અને બાળકને પણ એણે એચઆઈવીનો ચેપ આપ્યો હતો.


પેલી પ્રોસ્ટિટ્યુટે અડધો ડઝન વધુ લોકોને એચઆઈવી વાહક બનાવ્યા એમને હું ઓળખુ છું. ગામમાં એમના ક્લાયન્ટનું લિસ્ટ તો ઘણુ મોટુ છું. એ બાઇને ખબર છે કે પોતાને એચઆઇવીનો રોગ છે અને પોતાનો ક્લાયન્ટ કોન્ડોમનો ઉપયોગ કરે તો તેનાથી બચી શકે. પણ તે તેમ કરતી નથી.


બિલ ગેટ્સનું મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને સરકાર અને બીજા ઘણા એઇડ્સ નાબુદી માટે અબજો અબજો રૂપિયાનું ભંડોળ ફાળવે છે જેનો મહદઅંશે ઉપયોગ એઇડ્સગ્રસ્તોને સહાનુભુતિ માટે થતો જોયો છે. એચઆઇવી પિડિતો જાણે શહિદસપુતો હોય એમ સંસ્થાઓ એમને સ્ટેજ ઉપર બેસાડીને આમંત્રિત સેલિબ્રીટી સાથે નૃત્ય અને હસ્તધુનનના કાર્યક્રમો યોજે છે. એમના વાંસા થાબડે છે. એ અક્કલના ઓથમીરોને ખબર નથી કે એ એઇડ્સની નાબુદી માટે કામ કરી રહ્યા છે કે ફેલાવા માટે?


અહી કરોડો લોકો કાળી મજુરી કરીનેય બે ટંક રોટલો પામતા નથી એનું તમને કાંઈ દાઝતું નથી અને તમને અસલામત વ્યભિચારને કારણે એઇડ્સનો શિકાર બનેલાઓ ઉપર એવું તે કેવું હેત ઉભરાય છે કે તમે એમના ક્ષેમકુશળનું જતન કરવા નિકળ્યા છો. એઇડ્સ નાબુદી ઝુંબેશની માને કુતરા પૈણી ગ્યા કે એઇડ્સનો ગધો ખાઈમાં ગયો? આખરે થયુ શું એ કોઈ કહેશે અમને.....

सोमवार, 22 नवंबर 2010

સમાજકલ્યાણખાતુ અને તાંત્રિકોનું તરકટઃ બે માંથી કોણ વધુ હલકટ?



ધર્મ ધનપ્રાપ્તિ માટેનો સૌથી સરળ રસ્તો છે. લક્ષ્મીની ઝંખના કરનારાઓ આ વાતનું મહાત્મય સારી પેઠે સમજી ગયા છે એટલે જ તો ડગલે ને પગલે જ્યાં નજર નાખો ત્યાં એકાદ સાધુબાવો, મંદિર કે આશ્રમ તો દેખાઈ જ જશે. મંદિરોમાં મુર્તિ એકાદ જ હશે અને કદાચ મુર્તિ તમારી પહોંચથી દુર હશે પણ ચારપાંચ વ્યુહાત્મક જગ્યાએ ગોઠવેલી દાનપેટીઓ ઠેબે ચડતી હશે. ‘ભેટની રકમ દાનપેટીમાં જ પધરાવવી’ એવી સલાહ એટલા માટે લખવામાં આવે છે કે દેવ આગળ ભેટ ધરશો તો પુજારી ગળશી જાશે અને પુજારી આ મંદિરનો એમ્પ્લોઈ હોઈ મંદિરના અસલ માલિક સુધી ગરાસ પહોચે એ માટે ભેટ દાનપેટીમાં પધરાવવી. જો કે આની પાછળ ‘અન્યથા તમારી ભેટ રદબાતલ ઠરશે’ એટલુ ઉમેરવામાં આવે તો મંદિર માલિકોને વધુ ફાયદો થાય એમ છે. અમે તો સુચન આપ્યુ, માનવુ ન માનવુ માલિકની મરજી.

ધર્મનો વ્યાપાર એટલી ઝડપે વૃદ્ધિ પામી રહ્યો છે કે બહુ નજીકના ભવિષ્યમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મહાત્વાકાંક્ષી ઉદ્યોગસ્વામીઓ ભક્તોની લક્ષ્મીને આકર્ષવા વિશિષ્ટ મંદિરો ચણાવશે જેમાં દર્શનાર્થીએ રોકડ ભેટ નું જોખમ લઈને મંદિરે ન આવવું હોય કે બારોબાર આવેલા ભક્તના ખિસ્સામાં ભેટ માટેની રોકડ ન હોય તો તેમની સગવડતા ખાતર ગર્ભગૃહના ટોડલે જ ‘અહી ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ સ્ક્રેચ કરીને ભગવાનને ભેટ ધરાવી શકાશે’ વિજ્ઞપ્તિ લખવામાં આવી હશે.

બિઝનેસ ચેનલોમાં પણ રોકાણ માટેની સલાહ આપતા એક્સપર્ટ કહેશે કે તમારી પાસે બહુ નહી તો એકાદ વ્યવસ્થિત મંદિર બંધાવવા જેટલી પુંજી હોય તો એમ કરવું વળતરની અને સલામતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રોકાણ ગણાશે. ‘મંદિર બાંધવા માટે લઘુત્તમ વ્યાજદરે ધિરાણ આપવામાં આવશે, નો પેપરવર્ક, નો ગેરન્ટી રિક્વાયર્ડ. માત્ર સવા દિવસમાં જ ઘેર બેઠા લોન મેળવો અને શ્રી સવા કરો’ એવી બેંકોની જાહેરખબરોથી છાપા છલકાશે. વૈષ્ણોદેવી, તિરૂપતિ, શિરડીના મંદિરોની લઘુઆવૃત્તિઓ બધા શહેરોમાં નિર્માણ પામશે.

હાસ્ય વિનોદ બહુ થયો હવે જરા ગંભિર વાત કરીએ.

અત્યારે ધર્મના નામે રોકાણ વગર, નજીવા શ્રમે, વધુ વળતર આપતો ધંધો તાંત્રિકોનો છે. કામમાં સફળતાને લઈને અને એમનુ બાંધેલું કોઈ તોડી ન શકે એ માટે 100 ટકાથી લઈને 1000 ટકાની ગેરંટી આપતા તાંત્રિકોની જમાતની ટચુકડી જાહેરખબરથી રોજ ગુજરાતી છાપાનું અડધુ પાનું ભરાઈ જાય છે. તાળો મેળવો તો જરી, રોજ તાંત્રિકો જા.ખ. પાછળ કેટલા ખર્ચે છે.

ધર્મની તાંત્રિક શાખા પ્રત્યે અમારૂ ધ્યાન એટલા માટે ખેંચાયુ કે કાલે-પરમદિવસ અમદાવાદની નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે વૈભવી ધરણીધર વિલામાં રહેલા રાજેશ ઉનાકરે તેની પત્નિ અને બે બાળકો સમેત ચારેય જણાયે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તેની સ્યુસાઇડ નોટમાં તેમણે આપઘાત માટે વિનુ નાયક નામના તાંત્રિકને જવાબદાર ઠેરવ્યો હતો. આ તાંત્રિકે રાજેશની સમસ્યાઓના ઉકેલ માટે વિધીઓના નામે રાજેશ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યુ. એ પૈસેટકે ખાલી થઈ ગયેલા રાજેશ પાસેથી ઉઘરાણીઓ કરતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તાંત્રિક ગઠીયા હોય છે એ વાત તો હું જાણતો હતો પણ એ ગુંડાય હોય છે એની ખબર નહોતી.

અમે તાંત્રિકોની મોડસ ઓપરેન્ડીનો વર્ષો પહેલા અભ્યાસ કર્યો હતો. અઘોરી બાબા, સાંઈ જ્યોતિષી, કાલી ઉપાસક, હનુમાન ઉપાસક સિદ્ધ તાંત્રિકના ભળતાસળતા નામે તેઓ જાહેરખબર છપાવે છે. બાબા હોટલમાં ઉતરે છે અને જાહેરખબરમાં સંપર્ક માટે બોગસ નામે મેળવેલો મોબાઇલ નંબર છાપેલો હોય છે. મુલાકાત માટે ક્લાયન્ટ ફોન કરે એટલે બાબા કે બાબાનો અનુયાયી ફોનમાં બે-ત્રણ દિવસ પછીની એપોઈન્ટમેન્ટની તારીખ અને સમય લખાવી દે છે. વચ્ચેના બે-ત્રણ દિવસમાં ક્લાયન્ટના નંબરની મદદથી ક્લાયન્ટનું નામ-સરનામુ મેળવી લે છે અને બાબા એના માણસો દોડાવીને ક્લાયન્ટના એરિયામાં દોડાવીને છુપી રીતે ક્લાયન્ટના પરિવારની અછડતી હિસ્ટ્રી મેળવી લે છે. તાલિમ પામેલા બાબાના માણસો ક્લાયન્ટના પાસ-પડોશમાંથી ક્લાયન્ટના પરિવારના સભ્યોની સંખ્યા, તેમના નામ અને કામ જેવી શક્ય એટલી પ્રાથમીક જાણકારી મેળવી લે છે. દાખલા તરીકે, ક્લાયન્ટનું નામ રમેશચંન્દ્ર છે. એમનો 7 વર્ષનો દિકરો આશુ છે. રમેશચંન્દ્રના બે ભાંડુઓ સૌરાષ્ટ્રમાં આવેલા વતન પેથલપરમાં રહે છે, રમેશચંન્દ્રની પ્રાથમિક સમસ્યા વિશે જરા જાણવા મળે તો ઉત્તમ બાકી આટલુ ઇનફ છે.

બે દિવસ પછી રમેશચંન્દ્ર જેવા તાંત્રિક જ્યોતિષીની કેબીનમાં દાખલ થાય કે તરત તાંત્રિક કહેશે, ‘આવો રમેશભાઈ. દિકરો આશુ તો મજામાં છેને.’
રમેશચંન્દ્રઃ !!!
‘ગામડે પેથલપરમાં બધા સકુશળ તો છેને.’
રમેશચંન્દ્રઃ !!!
બાબાની દુરદ્રષ્ટિથી અવાક્ બનેલા રમેશચંન્દ્ર બાબાના ચરણોમાં માથુ મુકી દેશે. કોઈ દલીલ નહી, કોઈ શંસય નહી...તાહિમામ શરણાગતમ્.
‘રમેશભાઈ ચિંતાનું કોઈ કારણ નથી, તમને જરાક ફલાણા ફલાણાની નડતર છે, ફલાણી વિધી કરાવશુ એટલે બધી નડતર છુ થઈ ગઈ સમજો. ખર્ચ બહુ ઝાઝુ નથી ચાર-પાંચ હજારમાં પતી જશે.’

બાબાના ચમત્કારથી અભિભુત થયેલા રમેશચંન્દ્ર ફરી એકવાર બાબાના ચરણોમાં માંથુ નમાવીને વિધી માટે ‘હા’ ભણી દેશે. રમેશચંન્દ્ર વાંકી કેડે જ નમન કરતા બાબાના કમરામાંથી વિદાય લેશે અને બાબા ‘નેકસ્ટ્’ કસ્ટમરનું કાઉન્સેલિંગ કરશે. પછી નેકસ્ટ, નેકસ્ટ, નેકસ્ટ.... જધેલના તાંત્રિકોનું સંગઠિત તરકટ વર્ષોની ચાલે છે અને સમાજકલ્યાણખાતાને કોઈ પરવા નથી. બે માંથી કોણ વધુ હલકટ?

વર્ષો થયા ઓઢવ-અમદાવાદમાં માત્રા એક રેશનાલિસ્ટ મિત્રે એક જુનાગઢી બાબાને સમસ્યા નિવારણ માટે ઘરે બોલાવીને બાબાને મેથીપાક ચખાડ્યો હતો અને વારંવાર અમદાવાદમાં પધારવાની કૃપા કરતા આ બાબાને ફરીથી અમદાવાદમાં નહી ડોકાવાનું વચન લઈને જવા દીધો હતો એ વાતનું પણ અહી સ્મરણ થાય છે.

गुरुवार, 2 सितंबर 2010

ઝેરના ખવડાવનારાને અને ઝમીર ગીરવે મુકી દેનારાને શું કેવુ?


ચારેકોર એકબીજાને મહાત કરવાનું, લુંટી લેવાનું, પડાવી લેવાનું, ઓળવી જવાનું, દુ બનાવવાનું દંગલ ચાલે છે. આવુ દંગલ નિચતાની સરહદો વળોગી ગયુ છે. એની ભાટાઈ કરનારાઓનોય તોટો નથી.

તમે બાળકોને ખવડાવવા-પિવડાવવા દુધ-દહી-છાસ પેકીંગમાં બજારમાંથી ખરીદો છો. તે ખાદ્ય છે કે નહી તેની ખાતરી માટે તેને ઉપરતળે લખેલી ઉત્પાદન અને અવસાન(એક્સપાઇરી) તારીખ વાંચી લો છો અને ટીવીના પડદે વારંવાર જાહેરખબર ઉછળતી જોઈને તમે કંપની સ્ટાન્ડર્ડ હોવાનો સધિયારો મેળવો છો. પણ સબુર, ઉત્પાદન અને અવસાન તારીખ કાળી શાહીથી અંકિત કરેલી હોય છે. તમને ક્યાં ખબર છે કે આઉટડેટેડ થઈ ગયેલા માલને ઇનડેટ કરી શકાય છે. અને એય માત્ર શાહી ભુંસવાના એક રસાયણથી. કંપની રસાયણની મદદથી અવસાન પામેલી તારિખને ભુંસી નાખે છે અને નવી તારીખનો સિક્કો મારી દે છે. અને નીચના પેટની મોટાભાગની બ્રાંન્ડેડ-નોનબ્રાન્ડેડ કંપનીઓ આ રીતે ઉકરડાનો માલ મારા-તમારા પેટમા પધરાવે છે. આવી તેને શી જરૂર પડી. તો કે એના આકાઓને નફો વધારવો છે, ટર્નઓવર વધારવું છે અને પોતે મરી જાય એ પહેલા ટાટા-બિરલા-અંબાણીઓની યાદીમાં પોતાની જાતને ખાતે કરાવવી છે. જલ્દીથી લાખોની કંપનીને કરોડોમાં, કરોડોની કંપનીને અબજોમાં ગલોટિયા ખાતી કરવી છે. તેમણે સેવેલી આ ઉંધિયા વાનીની હાંડીમાં કડછો ફેરવાની ભુમિકા હરામના હમેલ એવા આજના મોટાભાગના મેનેજમેન્ટ ગુરૂ-ચેલાઓ નિભાવે છે.

6 મહિના પુર્વેની વાત છે. હું એક મોલમાં ખરીદી કરવા ગયો એમાં બિસ્કુટના રેકમાં એક જાણીતી બ્રાન્ડના 15 રૂપિયે પડીકુ ભાવના 4 પડીકા બિસ્કુટના બાંધાનો ભાવ 40 રૂપિયા રાખ્યો હતો. આ જ બ્રાન્ડના બિસ્કુટના પડીકા બાજુમાં છુટા પડ્યા હતા અને તે 15 રૂપિયે પડીકુ વેચાતા હતા. એક જ પ્રોડક્ટના બે ભાવ. મેં ધારીને જોયુ તો 15 રૂપિયાવાળા બિસ્કુટનું રેપર નવું હતું અને 40 રૂપિયે બાંધો બિસ્કુટનું રેપર ઘણુ જુનું. એના રેપરનો રંગ ઘણોખરો ઉડી ગયો હતો અને બાહ્ય દેખાવ જોતા એમ જ લાગે કે પાંચ-દસ વરસ જુનો માલ હશે. મને શક જતા મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ પણ આશ્ચર્ય, ઉત્પાદન તો તાજેતરનું જ હતું. મેં એકબાંધો ખરીદ્યો. એ બિસ્કુટ ખાધા ત્યારે એમાં મુળભુત ટેસ્ટ ગાયબ હતો પણ એમ કેમ થયુ તે તે વખતે નહોતું સમજાયું.
સમજાયુ તાજેતરમાં બજારમાંથી દહીની પડીકુ લાવ્યો ત્યારે. દહીનો મુળભુત ટેસ્ટ ગાયબ જોઈને મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ. અહો આશ્ચર્યમ્, ગદ્યનુ તારિખ જોડે અડપલું દીઠું.

સજ્જનો અને સન્નારીઓ, ઉત્પાદન-અવસાન તારિખ લખવા ભુંસવાનું કામ માત્ર દુધ-દહી-છાસ-ઘી પુરતુ સિમિત નથી. ચવાણા, વેફર્સ, બિસ્કુટ, દવાઓ...કંઈક ઉત્પાદનોમાં આ તકનિક ઉપયોગમાં લેવાઈ રહી છે. ઇ ઝેરના ખવડાવનારાને, ઈ ઝમીર ગીરવે મુકી દેનારાને, જીવાતની પ્રજાતિ કરતાય નીચે ગયેલા કમબખ્તોને શું કેવું એની ગમ પડતી નથી અને ગાફેલને એલફેલ બોલવાનું અમારૂ ગજુ નથી. છતાય ગાફિલ ગાઈ ગયા કે, તમે કેમ છો ગાફેલ હજુયે છો ગાફેલ, જુઓ બદલે દુનિયા તકાજે તકાજે.

સાંભળો વાત અહી પુરી નથી થતી, વધુ એક અગત્યની પણ આડવાત કરવી છે. મારા ગામની વસ્તી વીશેક હજાર આસપાસની હશે. 95 ટકા ગામનો ગુજારો ખેતીવાડી પર થાય. બાકીના પાંચ ટકામાં સુરત જઈને હિરા ઘસે કે મારા જેવા ટેલટપારીયુ કામ કરે. મારા ગામમાં સેંકડો ગાયો-ભેંસો છે છતા બપોરવરત દુધની જરૂર પડે તો કશેથી ન મળે અને કરિયાણાની દુકાનેથી પડીકાવાળુ દુધ લેવુ પડે છે. અમુક વરસ પહેલા હતી એટલી ગાયો-ભેંસો અને ગૌચર ચરાણમાં વરસો જતા ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. પહેલા મારા ગામમાં આઠદીએ ઘી ઉના કરતા, હવે કોઈ ઘી ઉનુ કરતુ જોવા નથી મળતું. આ કહાણી મારા ગામની એકલાની નથી. મહદઅંશે આખા ગુજરાતની અને કવચિત આખા દેશની છે. તો અંતતોગત્વા મારાભાઈ અને મારીબાઈ, અમારા ગામની ગાયુ-ભેંશ્યુ અમારા ગામની વસ્તીને દુધમાં નથી પહોંચી વળતી તે મુંબી, અમદાવાદ અને સાગરપાર ગલ્ફના દેશો માટે એની માના નેફામાંથી દુધ આવવાનું હતું. હા, કેટલાક જણ પૈસા વધારે મળે ઇ લોભે ગામમા દુધ આપવાને બદલે ડેરીમાં દુધ ભરી દયે છે ઇ હાચુ. પણ એમ ચાંગળે દુધે અબજો પરજા કંઈ દુધે વાળુ કરવાની હતી ? રામ ક્યો મારાભાઈ.

ખેર, તમતમારે ઉજળુ એટલું દુધ ગણવુ હોય તો ના કોણ પાડે છે. અમારે તો ટેસડો છે, અમે તો એયને મજેથી મમરા ફાંકીએ છીએ ખાટલે આડા પડીને.

सोमवार, 23 अगस्त 2010

હે પ્રભો, બુડથલને બુદ્ધિ દયો



સોમનાથનું વિશેષ વળગણ. ભવ્ય મંદિર, મંદિરના કોટે અફળાતી અફાટ જળરાશિ, શરણાઈ-નગારા-ઝાલરના મધુર ધ્વની સાથેની આરતિ... મને મહાદેવ અને મહાસાગરને પ્રણિપાત કરવા માટેનું કાયમ ખેંચાણ રહે છે. સુર્ય આથમતીવેળાએ એકતરફ સુવર્ણજડિત લાગતા મંદિરના કાંગરાએ અંડિંગો જમાવતા સેંકડો કબુતરોનો મેળો, બીજી તરફ ક્ષિતિજ સુધી નજર નાખો ત્યાં સોનું પથરાયુ હોય તેવો આભાસ કરવતો મહાસાગર(આખો દિવસ મહાદેવના ચરણોમાં માથુ અફાળવાનું આ ઇનામ હશે)... રમણિય દ્દશ્ય જોતા ઘડીભર તમામ જીવનઆંકાંક્ષાઓ કોરાણે મુકાઇ જાય છે, સમય થંભી જાય છે, જીવનસંગીતનો વિખરાયેલો સુર ફરી તાલ સાથે સંગત મેળવી લે છે.


ગયા અઠવાડિયે એકલો સોમનાથ ગયો ત્યારેય બહાર ઘુઘવતા મહાસાગરની જેમ હદયમાં પણ ઉર્મિઓનો સાગર ઘુઘવતો હતો પણ આ વખતે એ મોજાઓનો વેગ અને ઉછાળો જરા મંદ હતા. આમ કેમ થયુ દૈવ.


પિનાકપાણી,
મદિરની શ્વેત દિવાલોના ગર્ભમાં શ્યામ રંગના લિંગને જોવા ટેવાયેલી મારી આંખો સુવર્ણજડિત મંદિરની ભિંતો અને અટ્ટાલિકાઓ તરફ પરાણે દોરવાઈ ગઈ. હાય, મહાદેવ સાથે નજર અનુસંધાન માટે તરસતી મારી આંખોને દિવાલ અને અટ્ટાલિકાઓ કેમ ખેંચી જાય છે. મહાદેવ, મહાદેવ...શું અમગળ થવા બેઠુ છે?
કોઈપણ મંદિરનું કેન્દ્રબિંદુ એના ગર્ભગૃહમાં સ્થાપેલા દેવ જ હોય, એની દિવાલો નહી. સુવર્ણ અલંકારોથી દેવને શણગારવાનો બધો અભરખો મુર્તિ નીચેના પેટાળમાં સોનુ-રૂપુ-નાણુ પધરાવીને પુરો કરવાની છુટ છે પણ દિવાલોને સુવર્ણથી અલંકારિત કરીને દેવ કરતા દિવાલોને વધુ મહત્વ આપવાની ચેષ્ટા મહાદેવ માફ ન કરો. મંદિરની સાત્વિકતાને હણવા તૈયાર થયેલા સોમનાથ ટ્રસ્ટના કારભારીઓને ડારો દયો પ્રભુ અને એમ કરતાય પાછા ન વળે તો અડબોથ જ ચોપડી દેજો.


પ્રભુ આ દાસની એક અરજ છે કે એને ધમકાવતા કે ધોલધપાટ કરતા પહેલા કારભારીઓ સાથે શાંતિમંત્રણા કરજો. અહિંસા પરમો ધર્મ પ્રભુ. એમને કહેજો કે સૌરાષ્ટ્રના મોટાભાગના દેવ-સ્થાનકોમાં સદાવ્રત ચાલે છે. સોમનાથ ટ્રસ્ટ જો મંદિરને સોને મઢવા જેટલુ સમૃદ્ધ થઈ ગયુ હોય તો ગુજરાતી થાળીના 25 રૂપિયા લેવાનું બંધ કરી દે અને વિનામુલ્યે હરિહરનો સાફ પડાવે અને આ ઉજળી પરંપરાને વધાવે.


પ્રભુ, અવિવેક માફ પણ બીજી એક વાતે આપનું ધ્યાન દોરવું છે. મંદિરમાં દાનબારી ખોલી છે તે બંધ કરાવી દો. મંદિરમાં તો માત્ર અને માત્ર દર્શન જ હોય. પ્લીઝ એમને કહો કે દાનનું કાઉન્ટર મંદિરની બહાર રાખે. બહુ ગુસ્સે થયા વગર પ્રેમથી વાત કરજો પ્રભુ, તમારી વાત એ માની જશે. મંદિરમાં સાંસારિક વ્યવહારોને સ્થાન કેવુ? ત્યાં તો ભક્ત અને ભગવાન, આત્મા અને પરમાત્માના મિલન શિવાય કશુ ન ખપો.


આજે તમને અરજ કરી છે ત્યારે ભેળાભેળ ત્રીજી એક નાની પણ અગત્યની વાત આપના કાને નાખ દઉ, પ્રભુ અમને તો એવી સમજણ મળી છે કે મંદિરમાં જવાનો મુખ્ય હેતું માનવને શાંતીના વાતાવરણમાં જાત સાથે સંવાદ સાધવાનો મોકો આપવાનો, આત્મસ્મરણ જગાવવાનો છે. મંદિરમાં ઘોંઘાટને વળી સ્થાન કેવું. પણ મહાદેવ, અહી આ લોકો માઇક ઉપર ધુન-ભજનની કેસેટ લગાવીને નકરો ગોકીરો કરે છે. શાંતિ મેળવવા માટે અને ભિતરી કોલાહલ ઉપર નજર નાખવા તમે અમને મંદિરનો આશ્રય આપ્યો, પણ બહાર કરતા તો અહી માઇક વધુ મોટા અવાજે ઘાંટા પાડે છે.


પિનાકપાણી, એતો અમને ખબર છે કે આપ અમારા દિલમા વાસ કરો છો એ અર્થે અમારે છેક સોમનાથ સુધી લાંબા થવાની જરૂર નથી, પણ પ્રભુ અમારૂ દિલ જ અમને તમારી તમારી કને મજબુરન ખેંચી જાય એનું શું? માવતર વછોયા સંતાન જેમ માવતરને ભેટવાનું સપનું સંજોતા હોય એમ અમે હે જગતપિતા, તારી કને દોડી આવીએ તો એમાં અમારો વાંક ન જોઈશ.


ઓહ પ્રભુ, હું તો મારા દુખને તારી આગળ ગાઈ બેઠો બાકી એ કંઈ તારાથી થોડુ છાનું રહે? ક્ષમા. સોમનાથ ટ્રસ્ટવાળા ડઠ્ઠર દિલના હોય અને તારી વાત ન માને તો એમને બહુ ઘઘલાવીશ નહી પ્રભુ, મને એ બધી અવ્યવસ્થા વચ્ચે રહીને પણ તારૂ આરાધન કરવાનું ગજુ આપી દે જે. બસ પછી... જાગીને જોઉ તો જગત દિસે નહી...જેવો ઘાટ થાય તો ગંગા નાહ્યા.

शनिवार, 24 जुलाई 2010

પ્રિત કી લત તો હે એસી લાગી?


પરમ વિજ્ઞાન એમ કહે છે કે વિશ્વ એ અંતતોગત્વા વિચારોનો સમુહ માત્ર છે. દારૂડિયાના વિચારો સતત નશાની અને દારૂ રિલેટેડ બાબતો અંગેના હોય છે. એટલે એનું વિશ્વ દારૂનું પિઠું, મહેફિલના સાથીદારો, અમલ અને છુપાઈને અમલ કરવા માટેના ઝાડીઝાંખરાવાળા નિર્જન સ્થળો...વગેરે હોય છે. દારૂડિયાને ક્યાંય અજાણ્યા સ્થળે જવાનું થાય તો ત્યાં ટુંક સમયમાંજ તેનું વિશ્વ સર્જાઈ જાય છે.

પત્રકારો, વકિલો, ઉદ્યોગકારો, રાજનિતિજ્ઞો, ગવૈયા-ભવૈયાઓ, પ્રેમીઓ, કામીઓ વગેરેનું પણ આવું જ હોય છે. આમાથી પ્રેમીઓની જાત ઉપર જરા બિલોરી કાચ ફેરવીએ,

તમે તમારા કાને અત્યાર સુધી જે શબ્દો અથડાયા કે તમારી આંખે જે દ્રષ્યો ઝીલ્યા એના આધારે પ્રેમ માટે તમારા મનોવિશ્વમાં એક ચોક્કસ વિજાતિય પાત્ર ઘડ્યુ છે. એનો નાક-નકશો, વાણી-અદા સાથેનું પ્રેમી પાત્રનું શિલ્પ તમારા મનોવિશ્વમાં ઘડી કાઢ્યુ છે. બજારમાંથી તમને આ ક્રાઈટેરિયા ધરાવતું કોઈ મળ્યુ એટલે તમારી અંદર છુપાયેલી પ્રેમમુર્તિ સપાટી ઉપર આવે છે અને તમને શરીરમાં વિજળીક કરંટ પસાર થઈ ગયાનો અનુભવ થાય અને અંદરની મુર્તિનો બહાર પડઘો પાડતી એ વાસ્તવમુર્તિને પામવાના એનકેન પ્રકારે પ્રયત્નો આદરી દો છો. તમે એ પાત્રને જુઓ કે તુરંત તમારી અંદરની નિષ્પ્રાણ પ્રેમમુર્તિમાં એની પ્રતિચ્છાયા પ્રવેશી જાય છે અને તમે અંદરની મુર્તિ સાથે ઇચ્છિત ક્રિયાઓ કરવા લાગો છો, રોમેન્ટિક સંવાદોથી લઈને સહશયનની ક્રિયા. તમારી અંદરની જૈવરાસાયણિક પ્રક્રિયાની બહાર અસર પડે છે અને લોકો કહે છે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હૈ.'

આખરે તમે કોઈ ભિખારી કે અસ્થિર મગજના વિજાતિય પાત્રના પ્રેમમાં કદી નથી પડતા એનું કારણ પણ આ જ છે.

અહી એવું નથી હોતુ કે તમારી મનમુર્તિના સો એ સો ટકા ગુણધર્મો એ વિજાતિય પ્રેમી પાત્રમાં મોજુદ હોય ત્યારે જ દિલની ઘંટી વાગે. શક્ય છે કે હોઠનો મેળ ન ખાતો હોય પણ આંખો અદ્દલ એવી જ હોય. ચાલમાં ન જામતું હોય પણ ગાલ, હડપચી અને હથેળીમાં 99 ટકાની સામ્યતા હોય. 75 - 80 ટકાની સામ્યતા હોય એટલે ચોકઠુ ફિટ થઈ જાય. ચક્કર ચલાવવામાં પનો ટુંકો પડે કે ચક્કર ચલાવ્યા પછી કોઈ વાતે વાંકુ પડે અને પ્રેમભંગ થઈ જવાય તો નો પ્રોબ્લેમ. ગાલ, હડપચી, હથેળી વગેરેને જવા દો, મુર્તિના હોઠ, કૂલા, હાથ, છાતી જેવા અન્ય પરિણામો સાથે મેળ ખાતો હોય એવું પાત્ર મળી જાય એટલે પાછી દિલની ઘંટી વાગશે. અને તમે પહેલામાં ન લપેટાયા એ જ સારૂ થયુ આ બીજુ પાત્ર જ તમારા ખરા પ્રેમને પાત્ર છે એવી સાંત્વના સાથે આગળ વધશો.

ફરી પાછી જૈવ-રાસાયણિક પ્રક્રિયા અને એના બાહ્ય ફેરફારોને કારણે લોક કહેશે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હે.' અને પછી તમે પણ નફકરા થઈને કહેશો કે 'કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહના.'

અલબત્ત આ કેમેસ્ટ્રીમાં વિજાતિય પાત્રની મનોમુર્તિ સાથે તમારો ઘણેઅંશે મેળ ખાવો જરૂરી છે નહિતર એના દિલની ઘંટી નહી વાગે અને તમને ફોગટના ફેરા ખાઈને પગમાં આંટણ પડી જશે. તમે ફ્લેક્સિબલ થઈને કલ્ટી મારવાને બદલે અહી જ ગંગા જમનાનું રટણ ચાલુ રાખશો તો દેવદાસ બનવાનો વારો આવશે. આવી રીતે આજીવન વહેમમાં રખડી ખાનારાઓની તાદાત પણ ઓછી નથી હોં. વળી બધા પ્રેમમાં ઠરીઠામ થયા પછી કાંદો કાઢી લેનારા નથી ઠરતા, આવું કેમ? એ વાત ફરી ક્યારેક. આમાંથી જ એક બીજો આડપ્રશ્ન ઉદ્દભવે છે કે પ્રેમ અને સેક્સ વચ્ચે કેવોક સખ્યભાવ? એ ચર્ચા પણ આજની જેમ ફરી વરસાદ પડે ને મૂડ ચડે ત્યારે માંડશું.

रविवार, 4 जुलाई 2010

ગધેડાઓ સિંહ બચાવોના નારા લગાવે છે

વાઘ બચાવો,
સિંહ બચાવો,
દિપડા બચાવો,
રોઝ-રેડા(કાળીયાર) બચાવો
થોડાક વર્ષો પહેલા સિંહની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ જતા વન્યપ્રાણી હિતરક્ષકોને ભારે ગભરામણ થઈ ગઈ હતી પણ છેલ્લા વર્ષોમાં સિંહની વસ્તીગણતરીમાં સિંહોની આબાદીમાં ઘણો વધારો થયો છે એટલે હવે તેઓ ઘણી શાતા અનુભવે છે. ભાવનગર પાસે કાળીયારનું વિશાળ અભ્યારણ આવેલું છે. એક દાયકા પહેલા વન્યપ્રાણી હિતરક્ષકો શિંગડાવાળું કાળુ હરણ ઉર્ફે કાળિયાર પ્રાણી ટુંક સમયમાં પૃથ્વી ઉપરથી અદ્દશ્ય થઈ જશે એવુ કહીને મ્હો વાળતા હતા. રોઝ અને રેડાના જતન ખાતર એમને સંરક્ષિત પ્રાણી ઘોષિત કરવામાં આવ્યુ એટલે આજે કાળીયાર અભ્યારણમાં રોઝ-રેડાનો ફાલ એટલો તો ફુલ્યો ફાલ્યો છે કે આ સંરક્ષિત પ્રાણીઓ ભાવનગરના છેક છેવાડાના મહુવા તાલુકાના ગામડાઓની સીમમાં લહેરથી આંટા મારે છે, લીલો ચારો ચરે છે.
આ બુડથલ વન્યપ્રાણી હિતરક્ષકોમાં એવો કોઈ મહુવા-તળાજા-ભાવનગરના ગામડાનો ખેડુત નહી હોય, જેની મહિનાઓની મહેનતના પરિણામે લહેરાતો થયેલો પાક એક રાતે રખોપામાં સહેજ ઝોકુ આવી જતા રોઝડાઓએ ખુંદીને જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

સિંહ બચાવો કે વાઘ બચાવો ના સુત્ર વાળી ટીશર્ટ પહેરનારાઓની ટોળકીમાં ગીરના નેસનો એ એક પણ આહિર-રબારી નહી હોય જેની રાંકના રતન સમી રૂપિયા પચાસ હજારની કિંમતની ભેંસને સિંહે ફાડી ખાધી હતી.

વાત મારા અનુભવની છે. રોઝની ચામડી ગેંડાની ચામડી જેવી હોય. પુરી તાકાતથી તમે એના વાંસે ધોકો મારો તો ત્યા ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ “આઘાત અને પ્રત્યાઘાતી બળો સરખા અને વિરૂદ્ધ દિશાના હોય છે” લાગુ પડશે. જો તમે સહેજ પણ ગફલતમાં રહ્યા તો ધોકો રોઝની પીંઠ ઉપરથી ઉછળીને તમારે લમણે અફળાશે અને તમારી માલિકીની વાડીમાં ઉભેલું રોઝ તસુભર પણ નહી ખસે અને રોઝને પાડી દેવાનો મનસુબો ધરાવતા ખુદ તમે જમીનદોસ્ત થઈ જશો.

બુલફાઈટનો બુલ લાલ કપડાને જોઈને ભડકે છે એમ રોઝને ભગાડવું હોય તો સફેદ કપડુ ફરકાવો. હું 15 – 17 વર્ષનો હતો ત્યારે અમારી સીમમાં ક્યારેક રોઝ-રેડા ભુલા પડી જતા અને અમે એમને ભગાડી મુકતા. આજે આલમ એ છે કે ખેડુતોએ પાકના રક્ષણ માટે આખી રાત વાડીનું રખોપુ કરવું પડે છે. એકલ-દોકલ રોઝ ભાગ્યે જ હોય, ટોળાના રૂપમાં ત્રાટકે છે. એક રાત ગફલતમાં ગઈ કે ઝોકુ આવી ગયુ તો પાકના નામનું નાહી નાખવાનું. પાડા કરતાય વધુ શક્તિશાળી રોઝને પાકથી દુર રાખવા કાંટાના તારની વાડ પણ કામ નથી આપતી. એવી વાડ એ ઠેકીને તોડી પાડે છે. કેટલાક ખેડુતોએ આનો મજબુત અને ખતરનાક ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ રાત્રે કાંટાની તાર સાથે વિજપ્રવાહના વાયરને જોડી દે છે અને સવારે ડિસકનેક્ટ કરી દે છે.

વર્ષ પહેલા વતન ગયો ત્યારે બાળગોઠીયા ખેડુ મિત્રના મોઢેથી એક કિસ્સો સાંભળીને હું ધ્રુજી ગયો, મને રાજ્ય પ્રશાસન અને વન્યપ્રાણી હિતરક્ષકો પ્રત્યે દાઝ ચડી. મારો બાળગોઠિયો મિત્ર મને વાડીમાં રોઝ-રેડાના આંતકની કથની સંભળાવતો હતો. એ દશ્યની સીમનો એક ખેડુત સવારે તારની વાડે આપેલો ઇલેક્ટ્રિસિટીનો વાયર ડિસકનેક્ટ કરવાનું ભુલી ગયો. સવાર સવારમાં એણે ચુલો ફુંકીને ચા બનાવી અને શેઢા પાડોશીને ચા પીવા બુમ મારી. પાડોશી યુવક ચા પીવા આવતો હતો અને વાડ ઠેકવા ગયો અને કરંટ લાગતા ત્યાં જ મૃત્યુ પામ્યો.

સાસણગીરના જંગલમાં ત્રણ દિવસ એક નેસમાં રહેવાનું થયુ. નેસડાના પરિવારો અને સિંહને સાવ નજીકથી જોવાનું બન્યુ હતું. એમની ચરવા ગયેલા ભેંસના ખાડામાંથી એકાદ ડાલામથ્થી સિંહનો શિકાર થઈને ઓછી થાય તો એનો આ નેસવાસીઓને બહુ રંજ નથી, કારણ કે તે મોટા મનના અને સમદર પેટા માનવીઓ છે. પણ...

વાઘ શિંહ કુતરા બિલાડા અને કીડી મંકોડીના અધિકારો માટે મેદાને પડતા એ કમઅક્કલો- પ્રશાસનના સંબંધિત અધિકારીઓ અને વન્યપ્રાણી હિતરક્ષકોને કોઈ એ સમજાવો કે પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી પ્રાણી છે.

शनिवार, 5 जून 2010

ગગલા ન થાવ અને અમને કિકલા ન સમજો તો સારૂ

સ્વર્ણિમ ગુજરાતનો વાયરો તેજીથી ફુંકાઈ રહ્યો છે. ચારે કોર જય હો, જય હો, ના નારાઓ ગુંજી રહ્યા છે. ભાટચારણો ગુજરાતમાં રોકાણનું સ્તુતિગાન કરી રહ્યા છે. ગુર્જર ધરા પર રોકાણ કરવા નેનો-મોટો સૌ કોઈ દેવની દુહાઈ દઈ રહ્યુ છે. ભલકારા અને પડકારા દઈ સ્વર્ણિમને ઝળહળતુ રાખવા સૌ કોઈ દેવતાની રાખ સંકોરી રહ્યુ છે. તાન તો અમનેય ચડે છે કે માભોમની સ્તુતિમાં અમેય દુહો લલકારી દઈએ. અમે લહલહતા ડાયરાને પાનો ચડાવવા ઉતાવળે ડેલી બહારા પગ માંડ્યા પણ હાય અમને એએમટીએસે દગો દીધો. ઈ ખુટલની બસોથી અમારૂ સુખ નો જીરવાણુ તો અમે ઇન્કમટેક્સ ભાયાતુને સંગાથ કરવા સ્ટાર બજારના લોકલ બસ ડિપોટે ત્રાહિમામ ગરમીમાં ખરા બપોરે એક કલાલ ઉભા પણ ગધની એકેય બસ અમારી બાજુ નો ફરકી. એએમટીએસના પેટમા તેલ રેડાણુ કે પછી અમારા પેટમાં પાપ હતું? ઇ અમે નો હમજ્યા પણ એક કલાકમાં એકલદોકલ નિકળી(બસ) ઇ ઘુંઘટો તાણીને લાલ દરવાજા અને અન્ય માર્ગે ફંટાઈ ગઈ. અકારૂ તો અમને ત્યારે લાગ્યુ કે અમે 50 નંબરવાળીને જોઈ ન જોઈ ત્યા તો એ સડસડાટ અમારી નજર સામેથી ઓજલ થઈ ગઈ. અમારો પિત્તો ગયો. સાલુ, અમે જ ખુટલના તે જય જય ગાંગર્યા કરીએ, એએમટીએસવાળા અને આ બધાને તો મનમાય નથી.
અમે મુંબઈની 'બેસ્ટ' બસ સેવાની યાદમાં સરકી ગયા. બેસ્ટ અને એએમટીએસ વચ્ચે સ્વર્ણિમ ટાણે જ અમારાથી સરખામણી થઈ ગઈ. મૌલા માફ કરે.
મુંબઈ પાંચ વરહ ગાળ્યા પણ બેસ્ટ બસે અમને ક્યારેય પાંચ મિનિટથી વધારે રાહ જોવડાવી હોય એવું બન્યુ જાણ્યુ નથી. 7:45ની બસ પકડવા 7:47 કલાકે પહોંચો તો બસ નિકળી ગઈ હોય. અહી એએમટીએસે તો અમને કલાક-દોઢ કલાક સુધી અમારા ધૈર્યની પરિક્ષા કરતી હોય એમ રાહ જોવડાવી છે.
બપોરના ગાળામાં બે-પાંચ પેસેન્જરને લઈનેય બેસ્ટની બસો પ્રેમથી દોડતી હોય. અહી પિક-અવર્સમાં પણ અડધો કલાક-કલાકે એક બસ આવે છે. અહી બસની રાહમાં કાયમી ઉતારૂઓની ડોક ખેંચાઇને બગલા જેવી થઈ ગઈ છે એ એએમટીએસના પ્રતાપે જ તો. લોક તો એમ કહે છે કે પ્રેમમાં નેણે હાથના સજા કરીને એટલી તો રાહ જોઈ કે આમની ડોકો લાંબી થઈ ગઈ છે. ગધનું લોક દાઝ્યા ઉપર ડામ દે છે.
બેસ્ટની બસો ભલે વરસો જુની હોય પણ હોય નટી રેખા ગણેશનની જેમ પાછલી ઉંમરેય અપ-ટુ-ડેટ. બસમાં કાટનું નામ નિશાન નહી, સહેજેય રંગ ન ઉખડ્યો હોય, અંદરથી સાવ ચોખ્ખી ચણાક હોય. એનું કારણ એ કે દરેક બસ રોજ કે એકઆંતરા ધોવાઇ જતી હોય. નિયમિત રીતે નવો રંગ ચડાવી દેવામાં આવે. ઝીણી ખરાબીઓને પણ ત્વરીત દુરસ્ત કરી દેવામાં આવે. ફેક્ટરીમાંથી આવેલી એએમટીએસની બસ ભંગારવાડામાં જાય ત્યા સુધી કદી સાફ થતી જાણો ઇનામ મારા તરફથી મફત લઇ જજો.
બેસ્ટ બસનો એવો નિયમ કે સ્ટેન્ડ ઉપર એક ઉતારૂ ઉભુ હોય તોય બસ ઉભી રાખવી, ઉતારૂઓના પેટનું પાણીય ન હાલે એ રીતે બસની બ્રેક મારવી, બે રૂપિયાની ટિકિટમાં સોની નોટ કંડકટરને મળે તો મોઢુ સહેજ પણ કટાણુ કર્યા વગર છુટ્ટા સાથે ટિકિટ આપવી. એએમટીએસની બસ સર્વિસમાં તો આ બધા નિયમોની માને કુતરા પૈણી ગયા છે.
કોક ઇ કમ અક્કલના ઘણી એએમટીએસવાળાઓને હમજાવો કે પરિવહન તંત્ર એ કોઈ પણ શહેરનું/રાજ્યનું કરોડરજ્જુ છે, એના વગર દોડવાની તો વાત દુર ઉભા પણ નહી રહી શકો. કોક એને બે મહિના બેસ્ટના ગેરેજમાં મુકી આવો તો સાલાઓને અક્કલ આપોઆપ આવશે.
સાથે અમારા વતી વાતમાં આટલુ પણ ઉમેરજો કે સ્વર્ણિમ ગુજરાતમાં અમને ગમ નથી પડતી પણ બેસ્ટની હરોળનું પરિવહન તંત્ર અમદાવાદમાં ઉભુ કર્યા વગર અમદાવાદને સ્વર્ણિમ ગણાવતી વાત કરી છે તો તમને ચોસઠ જોગણીની આણ. પાંચ ટકા પ્રજા બાઈક-મોટર્સમાં ફરતી હોય એટલે બાકીના 95 ટકા જાય ભાડમાં એવું વલણ ડાહી પ્રજાનું લક્ષણ નથી હોં.

...અને છેલ્લે, પર્યાવરણની માનેય કુતરા પૈણે, જો આવું જ ચાલ્યુ તો અમારેય પબ્લિક પરિવહન સેવા પડતી મુકીને પ્રાઇવેટ વાહન વસાવવું પડશે.

सोमवार, 1 मार्च 2010

ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અંગે...

શ્રી મોદી,
આપની કુશળતાની કામના સહ જણાવવાનું કે ઘણી ભાષાનો જાણકાર ફાધર વાલેસ ગુજરાતી વિશે કહે છે કે ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જોવા મળે તો તમે નવીન શોધ કરી છે એમ માનજો. એટલે ગુજરાતી ભાષાની શસક્તતા વિશે કંઈ કહેવાપણુ નથી જોતો. પણ એય હકીકત છે કે સંસ્કૃત જેવી વિશ્વશ્રેષ્ઠ ભાષાય આજે નામશેષ થવામા છે. સંસ્કૃત અંગે બ્રિટિશ વિદ્વાન સર વિલિયમ જોન્સ (૧૭૪૬-૧૭૯૪) લખે છે કે સંસ્કૃત ભલે ગમે તેટલી પ્રાચિન હોય, તેનુ બંધારણ અદ્દભુત છે, સંસ્કૃત ગ્રીક કરતા વધુ પૂર્ણ છે, શબ્દ વૈવિધ્યમાં લેટિન કરતાય વધુ સમૃદ્ધ છે અને બીજી કોઈપણ ભાષા કરતા વધુ સુંદર છે.

આવી વિશ્વની સૌથી સુંદર અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા વ્યવહારમાંથી મુળ સોતી ઉખડી જવામાં છે તે હકિકત અત્યંત દુખદાયક છે પણ એની સામે એ પણ સમયનો જ તકાદો છે કે સામ્રાજ્યો, અરે આખેઆખી સભ્યતાઓ રેતીના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે. ગોબી, સહરા, થરપારકર... આજે જ્યાં છે ત્યાં એક કાળે વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ શ્વસતી હતી.

આટલુ મથાળુ બાંધ્યા પછી મારે રજુ કરવો છે તે મુદ્દો એ છે કે વૈશ્વિકરણના આ યુગમાં જે ભાષા વધુ સમૃદ્ધ હશે તે જીવશે, જે ભાષાની સમૃદ્ધ થવાની પ્રક્રિયા ધીમી હશે કે અટકી જશે તે ભાષાઓ ઝડપથી નાશ પામશે. અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનો એક કિમિયો મારી પાસે છે. મારો કિમિયો રજુ કરુ એ પહેલા મારે કેટલાક ગુજરાતી ભાષાવિદ્દોને ઉંધાહાથની એકાદ અડબોથ મારવી છે. ગુજરાતમુંબઇ અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં નવી પેઢી વ્યવહારમાં ગુજરાતી કરતા અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપે છે તેથી ક્ષીણ થઈ રહેલી ગુજરાતી ભાષા નાશ પામશે એમ ભાષાવિદ્દો ગોકીરો કરી રહૃાા છે. અક્ષરની માંથે મિંડુ ધરાવતા શબ્દને નાકમાંથી ઉચ્ચારણ કરીને બોલવા ટેવાયેલા, હ્સ્વ અને દિર્ઘ માત્રાને એજ માપે પ્રયત્નપુર્વક સ્વરપેટીમાંથી બહાર ફેંકતા અને પોતે ગુજરાતી ભાષામાં અશુદ્ધિ નહી પ્રવેશવા દઈને ભાષાની રખેવાળી કરી રહૃાા છે અને બાકીના ગુજરાતીને દુષિત કરી રહૃાા છે એવો મત ધરાવતા આ અજ્ઞાનીઓનો નાશ થજો.

અક્કરમીના પડિયા કાણા જેવા ગુજરાતી છાપા મેગેજીનો તો ગુજરાતીને જીવાડવાને બદલે તેનું ગળું દાબવાના પ્રયત્નોમાં લાગ્યા છે. તેના એડિટરોમાલિકો લેખમાં જરાક અઘરો ગુજરાતી શબ્દ ભાળે કે તરત રાતાપિળા થઈને વાચકને સમજાય એવી ભાષામાં લખો, સરળ ગુજરાતીમાં લખો એમ કહીને કેબિન ગજવી દે છે. ગુજરાતી છાપામેગેજીનોમાં સાવ મર્યાદિત શબ્દોના ઉપયોગવાળુ ગુજરાતી વપરાય છે. શ્રી મોદી અને વહાલા ગુજરાતીઓ, ગુજરાતી ભાષા મરે ત્યારે એમાં આ લોકોનોય હિસ્સો હતો એમ જાણજો.

અને હવે રજુ કરુ છું મારો કિમિયો....
ચારણી ભાષા ગુજરાતીની નાની બહેન છે. અદ્દભુત લાઘવ છે ચારણી ભાષામાં. મડદાને બેઠા કરી શકે તેવી બળુકી આ ભાષા છે. ચારણી છે તો ગુજરાતી કુળની જ, ગુજરાતીની નાની બહેન. પણ ગુજરાતી શબ્દ કોશ ભગવદ્વોમંડળમાંથી ચારણી શબ્દો અલોપ છે, ચારણી એકેય ગુજરાતી માધ્યમોમાં દેખાતી નથી, નતો છાપાઓમાં કે ન તો પુસ્તકોમાં. શાળામહાશાળાઓમાંય ચારણીને ક્યાંય સ્થાન નથી. હા, હજુય ચારણીના વિપુલ શબ્દો સૌરાષ્ટ્રની અભણ પ્રજાની જીભે રમે છે. જરા કલ્પના કરો કે આખેઆખો ચારણી શબ્દકોશ ગુજરાતી શબ્દકોશમાં ભળી જાય તો ગરવી ગુજરાતી કેટલી સમૃદ્ધ થઈ જાય! એનો ભાષા વૈભવ દોઢો થઈ જાય! ચારણી ભાષા યુનિવર્સિટી ચાલુ કરો, કમાલની ક્રાંતિ સર્જાશે ગુજરાતી ભાષામાં. ગુજરાતીને ખાંપણ ઓઢાડવાની નોબત આવે એ પહેલા આ કામ થાય તો એનો કોઠો ટાઢો થાય બાકી મા ગુજરાતી મરી રહી છે એવી ચિચિયારીઓ પાડીને જીવતે જ એના નામના છાજીયા લેવાથી તો કાંઈ દી વળવાનો નથી. ભાષાને લાંબુ જીવાડવા માટે ભાષા શુદ્ધિ નહી, ભાષા સમૃદ્ધિની જરુર છે. ભાષાનું નદી જેવું છે એ એના સ્વરુપ બદલતી રહે છે અને ક્યારેય અશુદ્ધ થતી નથી.
આપનો અનુરક્ત,
હિંમત કાતરિયા.

(ઘણા ઉત્સાહથી વેબસાઇટ www.narendramodi.in પર શેર ધ આઇડિયા વિભાગ માટે લખેલો પણ તકનિકી કારણોસર સબમિટ ન થઈ શકેલો આ વિચાર અંતે અહી મુકવો પડ્યો. શ્રી મોદી તેની વેબસાઇટ ઉપર વિચારો સબમિટ કરી શકાતા નથી તે બાબતની તપાસ કરાવડાવે. આ તો ઘણુ ખરાબ કહેવાય. વચાર ૧૦૦૦ અક્ષરનો માંગતા હતા અને હું મારા વિચારને સંક્ષિપ્ત કરતો છેક ૫૦૦ શબ્દો સુધી લઈ ગયો, માગ્યા પ્રમાણેના ફેરફારો કરીને અડધો કલાક મથતો રહૃાો પણ હું આ વિચાર www.narendramodi.in ઉપર ન ચડાવી શક્યો.)

शुक्रवार, 19 फ़रवरी 2010

ક્યા ભલા ક્યા હૈ બુરા

લગે રહો મુન્નાભાઇ ફિલ્મ ચાલતી હતી ત્યારે મોટાભાગના વિચારકોએ અને મોટાભાગના નાગરિકોએ ફિલ્મની સામાજીક નિસ્બતને લઇને નવાજી હતી અને હવે થ્રીઇડિયટને માંથે ફુલ ચડાવી રહૃાા છે. ડુક્કરોને એ ગમ નથી કે સોશ્યલ મેસેજની માને કુતરા પૈણે અરે, અમદાવાદમુંબઇમાં આ ફિલ્મના પાપે જ તો છેલ્લા બેએક મહિનામાં બેએક ડઝન જેટલા સગીરવયના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ભડવાઓ એ તો જરી વિચારો કે આ જાન્યુઆરીફેબુ્રઆરી મહિનામાં નથી તો કોઈ વાર્ષિક પરિક્ષાના પરિણામ આવ્યા કે નથી કોઈ વાર્ષિક પરિક્ષાઓ લેવાઈ તોય બાળવિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ છાપામાં કેમ ચમકવા માંડ્યા છે? જાન્યુઆરીફેબુ્રઆરીમાં બાળવિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય એવું કોઈ વર્ષે બન્યુ છે? ફિલ્મ જોવાની મનાઇ હોવી જોઈએ એવું નહી પણ એને મનોરંજન પુરતું જ મર્યાદિત રાખો. ફિલ્મોની અસર દારુ જેવી છે, જેટલી જલ્દી મગજ ઉપરથી ઉતરી જાય એટલી મગજની હાનિ ઓછી. એની ચર્ચાઓ છેડીને એને સમાજ સાથે ભેળવવીને મિમાંસા કરવાનું ડહાપણ કેમ સુઝે છે? એમાં તો નકરી હાનિ જ હાનિ છે.

કેમ સમજાવુ તમને? મને મારુ બાળપણ અને ગામમા આવતી ભવાઇ મંડળીઓ બરાબરની યાદ છે. ઢોલ ટિપાવીને ખેલની જાહેરાત થાય. નાયક ગામના આગેવાન પટેલ, મહાજનના ખોરડે આમંત્રણ આપવા જાય ત્યારે ગમે તેટલો ઉમદા અભિનય કરી જાણતો હોય તો પણ તેણે ડેલીમાં પ્રવેશ ન મળે. નટ મંડળી સાથે આભડછેટ રાખવામાં આવે. અમે પણ વડિલોના કહેવાથી ભવૈયા અમારા શરીરને સ્પર્શ ન કરી જાય તેની કાળજી રાખતા. પાદશાહ અકબરને સાક્ષાત પ્રથમી પર પરગટ કરી જાણે એવો પાણીદાર અભિનય કરતો નટ પણ આદર પામતો નહી. ખેલ પુરો થાય એટલે દાણોપાણી મળે તે લઈને તુરત ગામ છોડી દેવાનું. આવો કટ્ટર ઉપેક્ષાભાવ કેમ? એનો જવાબ મહાત્મા ગુર્જિયેફે લખેલા ગ્રંથ બેલ્ઝેબુબ ટેલ્સ ટૂ હિઝ ગ્રાન્ડસનમાંથી મળે છે. કાચની કેબિનમાંથી દુનિયાને જોતો કોઈ રેંજીપેંજી કટારલેખક નહી, અપાર કષ્ટો વેઠીને આધ્યાત્મિક રહસ્યોનો ઉકેલ મેળવવા દુનિયાઆખીના દુર્ગમ પ્રદેશોમાં રઝળપાટ કરનારો આ મહર્ષિ લખે છે, આ નટ મંડળીઓ સૌથી મોટા વાઇસેકર્સ છે, વસ્તુનું અસલ સ્વરુપને તેની કલ્પનાઓના રંગોથી રંગીને જુઠ્ઠા સ્વરુપે રજુ કરતા હોવાથી તેમનુ મટિરિયલ હલકી ગણવત્તાનું હોઈ તેમનાથી અંતર રાખવું, તેઓને રોટલો આપી તેનાથી દુર રહેવું સમાજના હિતમાં જોવાતું હતું. તેમના માટે વપરાતો ભાંડભવાયા શબ્દ પણ હલકો છે.


ખેલ, નાચગાન અને ભવાઈને પહેલા આદરથી નહોતા જોવાતા. તેમને પ્રોત્સાહન નહોતું અપાતું એટલે જ ગમે તેટલો ઉત્તમ નટ હોય, તેને અસ્પૃષ્ય જ ગણવામાં આવતો પણ આજે બંદરછાપ મુખમુદ્રા ધરાવતો નટ રાજાના મહેલને આંટે અને રાજવૈભવને ઝાંખો પાડે એવો વૈભવ ધરાવતો થયા છે. બહુ જાજો સમય નથી ગયો, બેત્રણ દાયકા પહેલા અભિનય કરવા કોઈ તૈયાર નહોતું થતું એટલે નાટકચેટકમાં સ્ત્રીની ભુમિકા પણ પુરુષે અદા કરવી પડતી હતી. આબરુદાર ઘરનો યુવાન કે યુવતી નટનટી બની શકે એવું તો સપનેય કલ્પી શકાતું નહોતું. આજે ગલીનો કુત્તોય જાણે છે કે રુપેરી પડદે ચમકવું હોય તો બિસ્તર ગરમ કરવાના અનેક રિટેક આપ્યા પછી તેના પર દ્દશ્ય ફિલ્માવવાનો, ફિલ્મ નટી બનવાનો અવસર મળે છે.

માનવમનનું આજકાલથી નહી, ઉત્પત્તિકાળથી જ એવું વલણ રહૃાુ છે કે અમલમાં મુકવામાં સરળ હોય તેવી બાબતો ઝડપથી આત્મસાત કરી લે છે. આત્મહત્યાનો નિર્ણય લઈને હિરો બની જવાનું સહેલું છે. બસ, મોત તરફનું એક જ પગલું માંડો અને કામ તમામ. લગે રહો મુન્નાભાઇ જોઈને એક પણ વ્યક્તિ ગાંધી નહી બને પણ ધૂમ જોઇને સેંકડો, હજારો બાઇકર્સની ગેંગો તૈયાર થઈ ગઈ છે. ઢાળમાં વસ્તુને વચ્ચે મુકો તો તે ઉપરની તરફ નહી જાય, તેની ગતિ નીચે તરફની જ રહેશે.

સમાજ વ્યવસ્થાને શું લકવો લાગી ગયો છે કે આજે જ્યા નજર નાખો ત્યાં નટનટીઓના પ્રશંશકોની કતારો લાગી છે. મલ્ટિપ્લેક્સની વાત કરીએ તો મેં તો જોયુ છે કે ત્યા મોટાભાગે કન્યાઓ નટીઓની અદાઓ મારતી હોય છે અને કુંવરો કોઈ નટ જેવા નખરા કરે છે.
થ્રિઇડિયટ્સ જોઈને બહાર નિકળતો હતો ત્યારે દાદરમાં જોયેલુ એક દ્દશ્ય, ભારતના યૌવનધનની દશા અને દિશાના પ્રતિક સરીખુ એ દ્દશ્ય આંખો સામે તરવરે છે. ઉચ્ચભૂ્ર વર્ગની એક યૌવના તેની જોડે ચાલી રહેલી સહેલીને કહેતી હતી, માન ગયે આમિર કો. હી કેન ડુ એવરીથિંગ. હિ ઇઝ એ જિનિયસ. આમિરખાને એના અંતરાત્મા ઉપર કબજો જમાવી લીધો હોય એમ આંખોમાં અતિઅતિ લજ્જાના ભાવ આ બોલતી વખતે આવી ગયા હતા.

મારા વ્હાલા ગુર્જિયેફ અને જેણે ઉત્તમ પરંપરાઓ ઘડી હતી તે સહસ્ત્રો પુર્વજો હું તમને સલામ ભરુ છું. અને વ્યવસાયે પત્રકાર હોવા છતા મેં ભાંડભવાઇ કે ફિલ્મોના કોઈ ભાગને મારા સર્જનમાં કે મસ્તિસ્કમાં પ્રવેશવા નથી દીધો એ વાત સાદર રજુ કરુ છું.

बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.

गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા


દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.



દારૂમુક્તિની તરફેણમાં...


આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.


આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.


ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.


દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.


આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.


સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.


દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.


દારૂબંધીની તરફેણમાં...



દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.


વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?


હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!

મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.


ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.


દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.


દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.


નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.

गुरुवार, 26 मार्च 2009

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?




ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે કહે છે કે હાલના સમયમાં હોલિકાદહનનું પ્રમાણ ઘટ્યંુ હોવા છતાં એકલા અમદાવાદમાં આ વર્ષે હોલિકાદહનમાં ૧૦ હજાર ટન લાકડું બળી જશે. આટલો વસવસો કર્યા પછી હોલિકાદહનમાં વધુ લાકડા ન બાળવાની સલાહ આપી જ દીધી. આ લોકો દિવાળીના તહેવાર વખતે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ફટાકડાઓ ફોડવાની ના પાડે છે.

પોતાને સમાજના હિતૈષી અને સમાજ માટે ચિંતિત ગણાવતા આ ચળવળકારો હજારો વર્ષોથી ચાલી આવતી અને ખાસ ઉદ્દેશો સાથે બનાવવામાં આવેલી આપણી ઉત્સવપ્રણાલી ઉપર ઘા કરે છે અને સમાજને ગંભીર આંતરિક નુકસાન કરે છે. તેથી આવા લોકોનાં મોંએ તાળાં મારવાં જરૂરી બને છે.

આવો આપણે આપણી એ મૂલ્યવાન અને દૂરંદેશીવાળી પરંપરાઓને એકબે દાખલા સાથે સમજીએ.
ઉતરાયણમાં આખો દિવસ અગાશીએ પતંગ ચગાવવાના બે મોટા ફાયદા છે, બીજાનો પતંગ કાપીને આપણી અંદર પડેલાં ક્રોધ, ઈર્ષા જેવા તમસ તત્ત્વોનું કૅથાર્સિસ થઈ જાય છે. બીજાને કે જાતને નુકસાન પહોંચાડ્યા સિવાય આનંદિત રહીને. બીજો ફાયદો એ કે વર્ષમાં એક આખો દિવસ સૂર્યની રૂબરૂ રહેવાનું થાય છે. સૂર્ય ઊર્જાનો ભંડાર છે અરે, જગતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બીજો કશો આહાર લીધા સિવાય માત્ર સૂર્યઊર્જાના સહારે જીવનઊર્જા મેળવી શકાય છે એના જીવંત દાખલાઓ આપણી આસપાસ મોજૂદ છે. એવામાં ઉત્તરાયણમાં સૂર્યઊર્જામાં આખો દિવસ નહાવા મળતાં ચામડીના ઘણા રોગો નાશ પામે છે અને સૂર્ય પાસેથી સકારાત્મક ઊર્જા મળે છે. કહોને કે ઉત્તરાયણના દિવસે આખો સમાજ શરીરશુદ્ધિ કરે છે. પતંગબાજોને વારંવાર ટપારીને ચળવળકારો આ હેતુને મારવા ઊભા થયા છે. 

હોલિકાદહનના કિસ્સામાં હું મહાત્મા ગુર્જિયેફે દુનિયાભરના પરિભ્રમણ, પ્રયોગો અને અભ્યાસના નિચોડરૂપે લખેલા પુસ્તક ‘મિટિંગ વિથ રિમાર્કેબલ મૅન’માં તેમણે લખેલો એક અનુભવ ટાંકીશ.
ગુર્જિયેફ દર્વિશ જાતિના ગંદા લાગતા અને ભિખારીનું જીવન જીવતા નાનકડા સમૂહના સંપર્કમાં આવ્યા હતા. આ લોકો કદી પાણીથી સ્નાન કરતા નહોતા. તેમના શરીરે મેલના થર જામ્યા હોય અને માથામાં જીવાતો રમતી હોય. આ લોકોમાં ગુર્જિયેફે અસાધારણ તત્વ એ જોયું કે તેઓ આટલા ગંદાગોબરા હોવા છતા ક્યારેય બીમાર નહોતા પડતા. ગુર્જિયેફે તેઓના બિમાર ન પડવા પાછળની તપાસ આદરી તો ખબર પડી કે તેમના દરેકના ઘરે એક મોટા ચુલા ઉપર થોડી ઉંચાઈએ એક બેઠક બનાવી હોય. ચુલામાં તાપ કરીને દર્વિશ બેઠક ઉપર બેસી જતો. તેમાં અમુક અૌષધિઓલાકડાઓ નાખતા હતા. તાપ અને ધુમાડાથી તેના શરીરનાં છિદ્રો ખૂલી જતાં અને ગુર્જિયેફે તેમના માથામાંથી જીવાતો કૂદીને ભાગી જતી જોઈ. ગુર્જિયેફને આ અગ્નિસ્નાનમાં રહસ્ય જણાતાં તેમણે પણ સ્નાન લીધંુ અને લખ્યંુ કે, ‘એ સ્નાન લીધા પછી મારા શરીરમાં શક્તિનો ધોધ વહેવા લાગ્યો. મેં ઘણા દિવસ સુધી શરીરમાં એ શક્તિધોધને વહેતો અનુભવ્યો.’ મારા ગામમાં હોલિકાદહન વખતે મેં પણ આવું જ કંઈક જોયું છે. ૭૮ માળના મકાનને આંબે એવડી ઊંચી હોલિકાની જ્વાળા અને એના ફરતે સમસ્ત ગામના લોકો ૭, ૧૧, ૫૧ કે ૧૦૧ આંટા ફરતા. બને એટલા આગની જ્વાળાઓની નજીક આંટા ફરવાના. શરીર ધગેલા ત્રાંબા જેવું થઈ જાય. નાના બાળકો તાપથી દાઝવાના કારણે રડારડ કરતાં હોય તો પણ માતાઓ કે વડીલો બાળકોને પરાણે હોળી ફરતે સાત ફેરા ફેરવતા અને બાળકના આખા શરીરને ફેરવીફેરવીને તપાવે. પછી બાળકને છાનાં રાખતાં કહે કે, ‘હવે, તને આખંુ વર્ષ બીમારી નહીં અડે.’ મેં હોળી ફરતે ફરતાં મારા શરીરમાં શક્તિસંચારને અનુભવ્યો છે. એટલે અનુભવે કહું છંુ કે આ શરીર શુદ્ધિની એક પારંપરિક પ્રક્રિયા હોવી જોઈએ. હવે આપણે ધુળેટીનો એક પ્રસંગ ટાંકીને વાત કરીએ.

વર્ષભરમાં ધુળેટીમાં લોકો શારીરિક રીતે પરસ્પર વધુ નજીક આવે છે. રંગવા જતાં એકબીજાને ચોળીચીમળી નાખે છે. આમાં ઊર્જાનું આદાનપ્રદાન થતું હોય છે. જિસસને શૂળીએ લટકાવ્યા હતા ત્યારે તેમના છ શિષ્યોએ પરસ્પર એકબીજાના શરીરનું માંસ તોડીને ખાધંુ હતું. આપણને એ ક્રૂરતા લાગે છે, પણ એ વાસ્તવમાં એકબીજામાં ભળી જવાની વિધિ હતી. અસ્તુ.

એમ તો કૅમિકલની ફૅક્ટરીઓમાંથી રોજનો કરોડો ગૅલન રાસાયણિક કચરો પર્યાવરણમાં ઠલવાય છે. એનું કંઈ નહીં? ધુળેટીના રંગોથી અને દિવાળીના ફટાકડાઓથી પર્યાવરણને નુકસાન જાય તે આ લોકોને દેખાય છે, નિર્દોષ આનંદ અને બીજા જીવનોપયોગી તત્ત્વોની પુરવણી થાય છે તે નથી દેખાતું. એ તેમનું અને તેમના માર્ગે જતા સમાજનું દુર્ભાગ્ય છે. બીજંુ શું.

તમે લોકતંત્ર સાથે છો કે લોકજુવાળ સાથે?



આઈપીએલની આગામી બીજી સિઝનમાં સિક્યૉરિટીના મુદ્દે મામલો ઘોંચમાં પડ્યો છે. દેશ માટે ચૂંટણી અને ચૂંટણી વખતની સુરક્ષા સૌથી વધુ અગત્યની બાબત છે તો બીસીસીઆઈ માટે દૂઝણી ગાય સમાન આઈપીએલની બીજી સિઝન રમાડવી અને તેય પાછી સમયસર રમાડવી એ પૈસા અને પ્રતિષ્ઠાનો જંગ છે.

વાતના મૂળમાં જતાં પહેલાં જરા આઈપીએલની બીજી સિઝનની તૈયારીથી થોડા વાકેફ થઈ જઈએ તો આ વખતે પ્રથમ સિઝન કરતાં વધુ ૭૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ ૨૬૩ ખેલાડીઓને લીધા છે. એટલે આ વર્ષે ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની પસંદગીનો અવકાશ વધ્યો છે. દરેક ટીમ પાસે એવરેજ ૨૫ ખેલાડીઓ છે. ૫૬ ખેલાડીઓ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે છે અને તે સૌથી વધુ છે. અને સૌથી ઓછા દિલ્હીની ટીમમાં (૨૪) છે. બીજી સિઝનમાં કૉન્ટ્રાક્ટની આવક ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે રહેશે. જે ગયા વર્ષની સરખામણીએ ૧,૭૨૫ કરોડ રૂપિયાનો વધારો સૂચવે છે. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે ત્યારે આને કહેવાય મંદીમાં જૅકપૉટ. ગયા વરસે ૫૯ વિદેશી ખેલાડીઓ હતા તેમાં વધારો થઈને આ વર્ષે ૧૨૪ થયા છે. 

પણ એક મહિનાની રકઝક પછીય ટૂર્નામૅન્ટ અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં થતાં અકળાયેલા ક્રિકેટ અધિકારીઓએ ૨૨ માર્ચે મુંબઈમાં આપાતકાલીન બેઠક બોલાવીને નિર્ણય લઈ લીધો કે ટૂર્નામૅન્ટ ભારત બહાર ઈંગ્લૅન્ડ કે આફ્રિકામાં રમાડવામાં આવશે. વિદેશમાં ટૂર્નામૅન્ટ રમાવાથી ભારતીય ક્રિકેટ બૉર્ડની કમાણીમાં ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે એ વાતનો અફસોસ પણ લલિત મોદીએ વ્યક્ત કર્યો. બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. લો, કર લો બાત!

એકાદ વરસ પહેલાંથી લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે, ૨૦૦૯માં આવશે એવી બીસીબીઆઈને ખબર હતી. અરે, આ વાતની લોકોને સુધ્ધાં ખબર હતી, તેમ છતાં બીસીસીઆઈ એપ્રિલ-મે, ૨૦૦૯ના સમયગાળામાં જ આઈપીએલની બીજી સિઝન રમાડવાનું આયોજન કરે? માની લઈએ કે બીસીસીઆઈને પૈસા સિવાય બીજી કોઈ વાતની તમા હોતી નથી અને બીસીસીઆઈ વેળાસર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા અંકે કરી લેવા માગતી હોય જેથી ૨૦૧૦ના વર્ષમાં ત્રીજી સિઝન પણ વેળાસર રમાડી શકાય. એમ પણ માની લઈએ કે આઈપીએલની ટૂર્નામૅન્ટમાં એક મહિનાનો વિલંબ કરવાથી ઉપરોક્ત ગણતરીએ ૮૦૦-૧,૦૦૦ કરોડ રૂપિયાનું નફામાં નુકસાન જતું કરવાનું શરદ પવાર આણિ મંડળીને ન પરવડતું હોય તો તેમણે સરકાર સમક્ષ આઈપીએલ ટૂર્નામૅન્ટના મૂળ શિડ્યૂલની સાથે ચૂંટણી બાદની તારીખોનું બીજંુ વૈકલ્પિક શિડ્યૂલ મંજૂરી માટે મૂકવાની સમજદારી દાખવવાની જરૂર હતી. વાત માત્ર પૈસા પૂરતી ન રહેતાં પ્રતિષ્ઠાની પણ હોત તો આમ થયું હોત, પણ બીસીસીઆઈના આકાઓએ પહેલેથી નક્કી જ કરી રાખ્યંુ હશે કે સરકારનું નાક દબાવીને કે ગમે તેમ કરીને શિડ્યૂલ મંજૂર કરાવી લેવામાં આવશે અને જો શિડ્યૂલ મંજૂર નહીં કરવામાં આવે તો સરકાર સામે કાદવ ઉછાળવામાં આવશે. બાકી પ્રથમ વખત ભારત સરકારના ગૃહમંત્રાલયે બીસીસીઆઈને શિડ્યૂલ બદલવાનું સૂચન કર્યું ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ ટૂર્નામૅન્ટનું નવું શિડ્યૂલ લોકસભાની ચૂંટણી પછીનું બનાવવું એવો શિડ્યૂલ નામંજૂર કરવા પાછળનો સરકારનો કળી શકાય તેવો છૂપો નિર્દેશ હતો. છતાંય ફરીફરીને બીસીસીઆઈએ ટૂર્નામૅન્ટની પૂર્વનિર્ધારિત તારીખ (૧૦ એપ્રિલથી ૧૪ મે)નું શિડ્યૂલ ફરીફરીને પાઠવ્યા કર્યું.

૭ માર્ચ, ૨૦૦૯ના રોજ બીસીસીઆઈએ કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ આઈપીએલની ટૂર્નામૅન્ટના આયોજનની મંજૂરી માટે ટૂર્નામૅન્ટનું શિડ્યૂલ મોકલ્યું હતું જેમાં તારીખ ૧૦ એપ્રિલથી ૨૪ મે દરમિયાન ૫૯ મૅચો રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલની ગત સિઝનની જ્યાં ફાઇનલ મૅચ રમાઈ હતી તે મુંબઈના ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ એકૅડેમી સ્ટેડિયમમાં બીજી સિઝનની ઉદ્ઘાટન અને સમાપન વિધિ યોજાશે એવી પણ મોદીએ અગાઉ જાહેરાત કરી દીધી હતી. કેટલું બાલિશ! બીસીસીઆઈને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે ક્રિકેટ રમવાનો સમય નથી. મૅચો કરતાં ચૂંટણીઓ ઘણી મહત્ત્વની છે. ખુદાન ખાસ્તા આઈપીએલમાં એકાદ વિદેશી ખેલાડી હુમલામાં હણાઈ જાય તો ન પૂરી શકાય એવી ખોટ સર્જાશે. ગયા વર્ષે કોઈ ચૂંટણી નહોતી ત્યારે પણ જયપુરમાં બાઁબબ્લાસ્ટ થયા હતા, જ્યારે આ વખતે સિક્યૉરિટી ફોર્સનું ધ્યાન ચૂંટણી ઉપર કેન્દ્રિત રહેશે. એવામાં ભારત સરકાર ખુદ પણ જડબેસલાક સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. વળી વર્લ્ડ કપ માથા ઉપર છે અને આપણે તેમાં સહઆયોજક છીએ ત્યારે આઈપીએલની નાની સરખી દુર્ઘટના મોટી હેરાનગતિ ઊભી કરે.

એક સાદી સમજની વાત કરીએ. આ દેશમાં ક્રિકેટને લોકો ધર્મ ગણે છે. ક્રિકેટને દિલોજાનથી ચાહે છે. ત્યારે બીસીસીઆઈ ચૂંટણી વખતે દેશહિતને ઠેબે ચડાવીને ‘ક્રિકેટ ક્રેઝ’ની રોકડી કરી લેવા તત્પરતા દાખવતું જોવા મળ્યું છે. બીસીસીઆઈની આ હરકતથી તે ‘રોકડી’ કરી લેવા માટે કેટલી નીચી કક્ષાએ જઈ શકે તેનો અંદાજ મળે છે. આઈપીએલ ટૂર્નામૅન્ટના આયોજનના સમગ્ર વિવાદની સ્ટોરીમાં આપણને દેખાય છે તે લલિત મોદી કે શશાંક મનોહર તેના પટકથાલેખક નથી. આઈપીએલ વિવાદ કથાના પટકથાલેખક મરાઠી માનુસને વડા પ્રધાન બનાવવાની જીદે ચડેલા, કૃષિમંત્રી કમ અને ક્રિકેટમંત્રી વધારે એવા શરદ પવાર છે. આ માણસમાં કૃષિ કરતાં ક્રિકેટનું કલ્યાણ કરવાની ભાવના વધારે હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે તે ખેતીવાડીવિષયક બાબતે પ્રકાશમાં આવે છે તેના કરતાં વધારે ક્રિકેટને લઈને મીડિયામાં છવાયેલો રહે છે. તેની ‘નેકસ્ટ વડા પ્રધાનપદે તો મરાઠીમાનુસ જ’ની જીદને લઈને તેઓ સરકારને નીચાજોણું કરાવવા તત્પર બન્યા જણાય છે. આ બંદો એવો તો ખંધો રાજકારણી છે કે પોતે પ્રકાશમાં નથી આવતો અને તેના ઇરાદાઓ આઈપીએલ ચૅરમૅન લલિતચંદ્ર મોદીની પછવાડે ધરી રાખે છે. જુઓને ખૈરનારે આ માણસ વિશે જ સરાજાહેર કહ્યંુ હતું કે તેને દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધ છે. છતાં આજે ખૈરનારને કોણ પૂંછે છે? અને આ માણસ? એ તો વિદ્વાન રાજનેતાઓની પંગતમાં જઈ બેઠો. વડા પ્રધાન બનવાનાં સપનાંઓ જોઈ રહ્યો છે.

ખેર! આપણે ખૈરનાર પ્રકરણ ઉપર ન ભટકતાં આઈપીએલ વિવાદ ઉપર જ કેન્દ્રિત થઈએ. લલિત મોદી અને ચિદમ્બરમ્ની સરખામણી કઈ રીતે કરીશું? લલિત મોદી અને મનોહર જેવા લોકોને સુરક્ષાની અને નીતિરીતિની સરકાર કરતાં વધારે ખબર પડે છે કે તેઓ કહે છે કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. આ લોકો દેશની સુરક્ષામાં લાગેલા જવાનોને પોતે આયોજિત કરેલા ખેલ પાછળ ફાળવવા માગતા હતા જેમાં એને ‘ના’ સાંભળવા મળતાં હવે તેમની પાસે આલોચના કરવાના શબ્દો મળતા નથી. બીસીસીઆઈ અધિકારીઓના આ ગુસ્સામાં ટૂર્નામૅન્ટના આયોજક ઉદ્યોગજગતની ઊર્જા ભળી છે, કારણ કે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝી, પ્રસારણથી માંડીને સ્પોન્સરશિપ પાછળ ઉદ્યોગજગતે ઘણો પૈસો રોક્યો છે. એટલે તેમણેે ટૂર્નામૅન્ટ નિર્ધારિત સમયમાં ભારતમાં જ રમાય એ માટે બીસીસીઆઈ ઉપર ઘણું દબાણ ઊભંુ કર્યું હોઈ શકે.

આપીએલ ટૂર્નામૅન્ટ સુરક્ષાના મુદ્દે વિદેશમાં ખસેડવી પડી તેથી ભારતનું નાક કપાયંુ છે એવું માનનારાને વિદિત થાય કે ક્રિકેટ કરતાં ચૂંટણીનું મહત્ત્વ દેશ માટે અનેકગણું વધારે છે. ટૂર્નામૅન્ટ રદ થાય તો થાય પણ ચૂંટણીમાં ગેરરીતિ કે તોફાનોને અવકાશ ન રહે તે માટે સમગ્ર ધ્યાન લોકસભાની ચૂંટણી ઉપર કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આખરે ક્રિકેટ એ રમત છે અને ચૂંટણી એ દેશના શાસકો નક્કી કરવાની પ્રક્રિયા છે. ટૂર્નામૅન્ટ વિદેશમાં ભલે રમાય પણ અહીં દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી ઉપર ૧૦૦ ટકા ધ્યાન આપવું જરૂરી બની જાય છે, ચીટિંગ અને બોગસ વોટિંગના વર્તમાન સમયમાં તો ખાસ.

વળી ચેન્નાઈમાં ઈંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ દરમિયાન ગત વર્ષે નવેમ્બરમાં મુંબઈ ટૅરરઍટેકની ઘટના બની હતી. એ પછી લાહોર ઍટેકમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ આતંકવાદીઓની બંદૂકોનું નિશાન બની તેથી સુરક્ષાના મુદ્દે સરકારે વધુ સાવચેતી દાખવીને ચૂંટણી વખતે ટૂર્નામૅન્ટના આયોજનની ના કહેવી તેમાં ખોટું શું છે?


ધારો કે ટૂર્નામૅન્ટના આયોજનને અહીં મંજૂરી આપી દેવામાં આવે અને આતંકવાદી હુમલો થાય તો? તો વિશ્વ આખાને એ સંદેશો જાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા સવા કરોડની આબાદીના દેશમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જ સરકાર એક ખેલ ટૂર્નામૅન્ટને મંજૂરી આપે? બેદરકારીનો બીજો આનાથી મોટો નમૂનો કયો હોઈ શકે? તો ભારતનું નાક ચોક્કસ કપાય. ચૂંટણી વખતે સુરક્ષાના મુદ્દાને લઈને રમતના આયોજનને વિદેશમાં ખસેડવું પડે એ ઘટનાને અને ભારતનું નાક કપાય એ ઘટના વચ્ચે કોઈ વાતે મેળ નથી બેસતો. જો બીસીસીઆઈને ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં ભારતના નાકની વધારે કિંમત હોય તો તે આઈપીએલ ટૂર્નામૅન્ટ વિદેશમાં ખસેડવાને બદલે ટૂર્નામૅન્ટ રદ કેમ નથી કરતું? ચિદમ્બરમે લોકો સમક્ષ આવીને કહેવું પડે કે રમતને રમતની રીતે જોવાવી જોઈએ, પણ આઈપીએલ રમતથી કંઈક વિશેષ છે. રમતમાં રાજકારણ ઘૂસ્યંુ છે. આ વાત બીસીસીઆઈની અંદરબહાર રજૂ કરે છે.

गुरुवार, 19 मार्च 2009

રત્નકલાકાર, ચિંથરે વિંટ્યુ રતન



એમને ‘રત્નકલાકાર’ના નામે શિક્ષિતોએ નવાજ્યા પણ એમને એ રાજ ન આવ્યું અને એમણે ‘હિરાઘસુ’ના નામે ઓળખાવવાનું વધુ પસંદ કર્યુ. આજે ગુજરાતમાં હિરાઘસુઓ હડેહડે થયા છે ત્યારે...
 

એક વર્ષ સુધી સુરતમાં હિરાઘસુઓનો રૂમપાર્ટનર હતો. ઘણી વખત હિરાઘસુ મિત્રો સાથે કારખાને ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જતો હતો, પગે પ્લાસ્ટિકની કોથળી વિંટાળીને. કારણ કે ઉઘાડા પગ ઉંદર ફોલીને ખાઈ જતા હતા. જો કે આટલી તકેદારી વચ્ચે પણ બેએક વાર ઉંદરોએ મારા પગની પાનીઓ કરડી ખાધી હતી. સવારમાં મિત્રો સાથે કારખાનાના ખુણાની ખુલ્લી કંુડીમાં હરહર મહાદેવ કર્યુ છે. હિરાઘસુઓના મુડને પારખ્યો છે, તેમની ચિંતા, દર્દ અને બેફિકરાઈ, રઘવાટ અને રખાવટ, વરિયાળી ભાગોળની વિઝીટ અને પરિવાર સાથેનું આત્મિક સંધાન, ગંડસ્થલના ઘા અને જીંદાદીલી...ને મેં ઝીલ્યા છે.

દમ હતો ત્યા સુધી એમણે પંડ્યના પાથરણા કર્યા છે. જાત સામુ કદી જોયું નથી. રોજ ૧૧ કલાક એક લાકડાના ફુટ બાટ ફુટના ટેબલ ઉપર તશરિફ રાખીને ઘંટીએ હીરા ઘસવાના અને રાત પડ્યે એજ ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જવાનું. હું હજારો હિરાઘસુઓને મળ્યો, આટલી આકરી મહેનત છતા એકપણના ચહેરા ઉપર જીવનને વેંઢારતા હોય એવો ભાવ ન જોયો. ૧૫ વર્ષ પહેલા હિરાની મજુરીનો ભાવ હતો એટલો જ આજે છે, હિરા ઘસવામાં એને ભલે ઘરના બે છેડા ભેગા ન થતા હોય, કારખાનેદારએ મોટી હવેલીઓ બાંધી લીધી, પ્રાઈવેટ વિમાનો ખરીદી લીધા અને મુશ્કેલ કાળમાં પોતાને રસ્તે રઝળતા મેલી દીધા છતા એને સરકાર કે માલિકો પ્રત્યે મનમાં રત્તિભારની નફરત નથી. પોતે હજુ એની એજ પટ્ટાવાળી લુંગી પહેરીને ઘંટીએ બેસે અને એની નજર સામે ‘માલિકો’ મહાલયો બંધાવી રહ્યા હતા છતા એમને એની ઈર્ષા નહોતી. શાકબકાલાવાળી મોબાઈલ લઈને ફરતી હોય પણ ‘માલિકો’ એમની પાસે હજુ હમણા સુધી બાઈક, ફોન હોય તો તેમને કારખાનેથી છુટ્ટા કરતા. એવુ માનીને કે નક્કી તેમણે હીરા ચોર્યા હશે (કે બદલાવ્યા હશે) નહીતર મોબાઈલ, બાઈક ખરીદવાનું સામ્યર્થ ક્યાંથી આવે?!

ચપટીભર શેઠિયાઓએ લાખો હિરાઘસુઓ ઉપર જોહુકમી કરી અને તેમણે ચલાવ્યે રાખી. નાના ગુનામાં કે ગુનાના શક બદલ તેમની ચામડી ઉતરડી લેવાઈ, કોઈ કિસ્સામાં તો ઉંચા માળની અટારીએથી નીચે ફેંકી દેવાયા. ના, તેઓ કંઈ ગભરૂ પ્રજા નથી. શેઠિયાને નહી મારવાનું એના એથિક્સમાં નહી આવતું હોય એટલે બાકી તાપીના પુર સુરતમાં ઘસી આવ્યા ત્યારે સુવાવડી બાઈને વેણ ઉપડતા માથાડુબ પાણીમાં ખાટલા સોતી દવાખાને લઈ ગયા હતા ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરે એડવાન્સમાં મોટી રકમ માંગી અને પછી જ દર્દીને હાથમાં લેવાનું કહ્યું હતું. એની ૧૦ મિનિટમાં હિરાઘસુઓનું વિરાટ ટોળુ ઘસી આવ્યું અને ત્રણ ફોર વ્હિલર સહિત આખેઆખા દવાખાનાને આગ ચાંપી દીધી. દવાખાના સાથે જોડાયેલું ડોક્ટરનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. ડોક્ટરને અગાઉ ઘટનાનો અંદાજ આવતા ભાગી છુટ્યો હતો, નહિતર કદાચ એમનેય બળતામાં પધરાવી દીધો હોત.

બીજો દાખલો વરાછાની પ્રસિદ્ધ ક્રિષ્ના ડેરીનો, એક બાજુ તાપીનો કેર અને બીજી બાજુ કિષ્ના ડેરીના મારવાડી માલિકનો. દુધની ભારે અછત. બાળકોને પાવા માટેનું દુધ કિષ્ના ડેરીમાં લેવા આવે ત્યારે અછતનો ફાયદો ઉઠાવીને દુધમાં એજ તાપીનું ગંદુ પાણી મેળવીને કાળાબજારે વેચવા માંડ્યું. દુધનો રંગ સફેદ ન રહ્યો. હિરાઘસુઓએ આખેઆખી ડેરી ફુંકી મારી હતી. 

હિરાઘસુઓના મહોલ્લામાં એ આખા મહોલ્લાને ઓળખે અને આખો મહોલ્લો એને. તેઓ પરસ્પરના મદદગાર. ગાંઠે બે પૈસા હોય તો ભાંગ્યાનો ભેરૂ થવામાંય એ વાર ન લગાડે.  

તેમના જીવનના કાયદાઓ અને રસમો સાવ નોખા. આમ સાવ દરિદ્ર પણ લાખોનો વહિવટ ચિઠ્ઠિની લેવડદેવડ ઉપર થાય તોય ઈરાદનો પાક્કો. વહેવાર તોડવા કરતા જીવ આપી દેવાનું વધુ પસંદ કરે. ખાવાનું ભલે પ્રાઈમસે ચડતું પણ મહેમાનગતિમાં એને કોઈ ન પુંગે. મહેમાનગતિમાં અટ્ટારીઓવાળાને એ ટપી જાય. એમાંય ઉંચુ ભણેલો કોઈ એનો મહેમાન બને ત્યારે તો પાણીપાણી. દુનિયા જંકફુડ અને ફાસ્ટફુડને રંગે રંગાતી હતી ત્યારે તેઓ ફ્રુટની લારીએ ટોળે વળતા હતા. ફ્રુટ ખાવામાં અને ખરીદવામાં હિરાઘસુઓને કોઈ ન પોગે. વરાછા વિસ્તારમાં રોજના ૧૦ હજારના કેરી, તરબુચ વેચી નાખનારા લારીવાળાના દાખલા તમે એક માંગો હજાર મળે. હિરાઘસુઓની સાથે આજે એય નવરા થઈ ગયા. એમને મહેનતથી વધુ કંઈ ખપતું નથી. એટલે ઘર ચલાવવામાં મહેનત ઓછી પડે તો દિવાળી વેકેશનમાં ખેતીકામે લાગી જતા. ચોક્ખાચણાક અને ફુલફટાક બનીને મહાલવું એમને ગમે પણ સમય આવ્યે ધુળમાં ધુળ બની જતાય વાર ન લાગે. એકલપંડ્યે આખા પરિવારનો ભાર ખેંચતો હતો છતાય એના વર્તનમાં જરીકેય અભિમાન ન મળે. 

પંદરવીસ ચોપડીના ભણતર પછીય નોકરીની સલામતિનો પ્રશ્ન લોકોને સતાવતો હોય પણ અભણ હિરાઘસુઓ જાણે કે કમ્મરતોડ મજુરી અને શ્વાસનળીમાં ઘસાયેલા હિરાની રજકણ ભરાઈ જતા અકાળે વૃદ્ધત્વ આવી જશે, ૪૫ વર્ષની ઉંમર પછી અંગુર કટોરાને હાથ અને આંખો સપોર્ટ નહી આપે છતા બેફિકરાઈ એના બાપની.

આ સ્થિતિમાં આમતો એને પાઈપાઈની બચત કરીને જીવવું જોઈતું હતું પણ એણે પાઈનીય બચત કરવાનું મુનાસિબ ન ગણ્યું. જે વખતે જેટલી કમાણી થઈ તેનું તુરત દાન અને મહા પુણ્ય. આજે જે સ્થિતિ આવી છે તેનો અણસાર તેને વર્ષોથી હતો. પણ હતો જરા અલગ અંદાજમાં. તેઓ માનતા કે નજીકના ભવિષ્યમાં જ એક સમય એવો આવશે કે હિરાની ખાણો ખુટી પડશે કે હિરાની ‘ડિમાન્ડ’ તુટી પડશે ત્યારે આપણે બધા ‘નવરા’ થઈ જવાના. ભલે અલગ કારણોથી પણ એમનો ભય સાચો ઠર્યો. 

હિરા ઉદ્યોગને ગ્રહણ લાગવાથી હિરાઘસુઓના ગણિત ખોરવાઈ ગયા, વહેવારો અટકી ગયા. કરોડો કમાઈ બેઠેલા શેઠિયાઓને એની કોઈ બળતરા નથી?!

અને આમાં દિલને રાહત આપે એવી વાત એ છે કે હિરાઘસુઓએ આજની તારીખે કોઈની કને મદદની ઘા નથી નાખી. એના માલિકોને મદદની જરૂર હોય તો હોય, હિરાઘસુઓને પડી નથી. ‘દેવાવાળો હજાર હાથવાળો છે એ કીડીને કણ અને હાથીને મણ દઈ રે છે’ એવી એમની મુળ માનસિકતા. હિરાના કારખાનામાં મજુરી કરતા હતા તે હવે ખેતરવાડીએ કરશે. વર્તમાનમાં જીવવાવાળી આ પ્રજા અપરિગ્રહમાં માનતી. ખાવુંપિવું અને પરિવારને ખુશ રાખવો એ એની પ્રાથમિકતા. અને વળી એકલો માણસ આખા પરિવારની ધુંસરી કાંધે ઉપાડીને ચાલતો હોય ત્યારે એની પાસે પૈસો ક્યાંથી હોય. ચારેકોર દંભપાખંડકૃત્રિમતાની બોલબાલાની વચ્ચે હિરાઘસું આટલો સરળ કેમ રહી શક્યો હશે? 

બે કારણો હશે એની પાછળના. એને ભણતર બહુ ચડ્યુ નહી અને મુળે એ ગામડાની મિટ્ટીનો માણસ, ધરતીપુત્ર.

सोमवार, 9 मार्च 2009

ડગલું ચાલતા ગોઠીંમડું ખાઈ જનારા રાજકારભાર ચલાવે છે





૫૩ વર્ષના તેલુગુ અભિનેતા ચિરંજીવીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યુ છે. ગયા વર્ષના અંત ભાગે તેણે ‘પ્રજા રાજ્યમ્ પાર્ટી’ના નામે આંન્ધ્રપ્રદેશમાં નવો સ્થાનિક પક્ષ રચ્યો હતો. લોકસભાની ચુંટણીઓ નજીક આવી ચિરંજીવ ઉપરાછાપરી રેલીઓ કાઢી રહ્યો છે અને તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે એ નાતે તેની સભાઓમાં સૈલાબની જેમ લોકો ઉમટી પડે છે. કારણ કે દક્ષિણમાં સુપરસ્ટાર અભિનેતાને લોકો ભગવાનના ઠેકાણે બેસાડે છે.

ના, મારે ચિરંજીવીની લોકપ્રિયતા વિશે, ઉપલબ્ધિઓ વિશે કે તેના નવા પક્ષની ખાસિયતો વિશે કંઈ કહેવું નથી. 

મારે કહેવું છે તેના ૫૩ વર્ષે રાજકારણમાં પ્રવેશ વિશે. 
રાજકારણ સમાજને સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ફિલ્મ, મિડિયા, બ્યુરોક્રસી, બિઝનેસ...આ બધા ક્ષેત્રનવિશો સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે એ કરતા સમાજ ઉપર અનેક ગણો વધારે પ્રભાવ રાજનેતાનો પડે છે. છતાય, તમારે આઈઆઈએમ, નિફ્ટ જેવી સંસ્થાઓમાં એડમિશન લેવું હોય તો આકરી કસોટીઓમાંથી પસાર થવાનું અને એય પાછુ ૩૦૩૨ વર્ષની નીચેને ઉંમર સુધીમાં, પણ રાજકારણમાં પ્રવેશ માટેની કોઈ નિશ્ચિત વયમર્યાદા નહી? રાજકારણમાં તમે ૫૦ વર્ષે પ્રવેશ મેળવી શકો અને ૮૨ વર્ષે પ્રધાન (વડાપ્રધાન ઓલ્સો) પણ થઈ શકો. અન્ય કોઈ ક્ષેત્રમાં જોઈએ એ કરતા રાજ ચલાવવામાં વધારે આવડતની જરૂર પડે છે એ વાતની આપણને બધાને ખબર હોવા છતા વનપ્રવેશ કરી ચુકેલાને આઈઆઈએમમાં નહી ને રાજકારણમાં એન્ટ્રી કેમ આપવામાં આવે છે? કહું છુ કે મોટી ઉંમરનાઓને રાજકારણમાં પ્રવેશનિશેધ ફરમાવશો અને આઈઆઈએમ જેવી પ્રિમિયર શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપશો ચાલશે. કારણકે એક પ્રધાનનું બળ હજાર અધિકારી જેટલું જાણજો. 

આપણે સંસ્કારી સમાજ હોવાની ડિંગ હાંકીએ છીએ તે વનપ્રવેશ કરી ગયેલાને રાજકારણમાં પ્રવેશ આપીએ છીએ એમાં આપણુ સંસ્કારીપણુ ઝળકે છે? શરીરમાં ગેસ અને બદહજમીએ કબજો જમાવી લીધો હોય એનામાં રાજ્યનું કલ્યાણકારી વિચારો સ્ફુરે એવી આશા ઠગારી નહી નિવડે? ૨૦૨૫ વર્ષે જીવનમાં કંઈક કરી દેખાડવાનો જે જુસ્સો હોય છે તે ૫૦ વર્ષે નથી રહેતો, આદર્શોને વળગીને ચાલવાની ધખના હોય છે તે મોટેભાગે ખતમ થઈ ગઈ હોય છે. વંડીઓ ઠેકી જતો હતો તેને ચાર ડગલા ચાલવામાં હાંફ ચડી જાય છે. કરમદા, બોર કાચાપાકા ઝાપટી જતો હતો તેને કાયમ ચુર્ણ અને મધુપ્રમેહને અંકુશમાં રાખવાની ગોળીઓ ખાવી પડે છે. જીવનની અડધી સદી ઓળંગ્યા પછી માણસ સેટિંગો પાડતા શિખી જાય છે. જીવનમાં આદર્શો જેવું કશું હોતું નથી એવી તેને ખબર પડી જાય છે. ટુંકમાં, માણસ રીઢો બની જાય છે. એક ગરીબડા પ્રજાજનની ઘા એના ડઠ્ઠર જેવા થઈ ગયેલા હદય સુધી પહોંચતી નથી એટલો રીઢો. એને તમે પરિપક્વ પણ કહી શકો. આ ઉંમરે આપણે તેને નેતા બનાવીએ છીએ. અને પછી રાજકારણમાં નિચ, ગંદા, ગલીચ લોકો ભરાયા છે એવી ફરીયાદ કરીએ છીએ. પચાસ વર્ષે રાજકારણમાં પ્રવેશીને લોકપ્રિયતાની રોકડી કરી મુખ્યપ્રધાન બની જતા નેતાઓને અને પછી ૮૦ વર્ષે જરા જોરથી ડગલું ચાલવામાં ગોઠીંમડું ખાઈ જવાય એવી સ્થિતિએ પણ રાજકારભાર નહી છોડતા સત્તાલાલચુઓ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે?

આ સ્થિતિનું નિર્માણ આપણે જ કર્યુ છે. તેથી નેતાઓ સામે એક આંગળી ચિંધીશું તો ચાર આંગળી આપણી તરફ તકાયેલી રહેશે. 

(તા.ક. આમાં બાજપેયી, અડવાણી જેવા વૃદ્ધોને વાચકો ન સમાવે. કારણ કે તેઓ યુવાવસ્થાથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.)