અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.
ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.
‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.
2 टिप्पणियां:
ઝાલરટાણું થયું.ઝાલર વગાડો પણ બરાબર વગાડો. ઝાલર વાગે જૂઠડી- એવું ન લાગવું જોઈએ.સાટા વિનિમયપદ્ધતિ સારી હતી પણ તેનું હવે શું,સાટાપાટાની માને તો શિયાળવાં પૈણી ગ્યાં તો ભલેને ઉત્ક્રાંતિની માને કૂતરા પૈણે. આપણા બાપનું શું જાય છે. અતીતરાગ-નેસ્ટાલોજિયામાંથી બહાર નીકળો.
Kutra Ni Jodni Khoti Chhe... Katriya Saheb.
Pargi Sir, Tamaru Pan Dhyan Na Gayu?
Savaji Chaudhary
एक टिप्पणी भेजें