અંદર ઘુમરાઈ રહેલા વિચારોને અભિવ્યક્ત કરવા પાત્ર શોધતો હતો અને અહી ખાલી જગ્યા મળી ગઈ. અહી કોઈના મસ્તિષ્કને વિચારોથી ભરવાની ક્વાયત આદરી નથી, મારે મન સ્વંયંના મગજમાંથી વિચારોનું વમન કરવાનો આ માર્ગ છે.
बुधवार, 22 अगस्त 2012
દેવદર્શને જતા દેવલોક થયા...
માનતા પુરી કરવા જતા ટ્રેકટર પલટી ખાઈ ગયું અને અમુક દબાઈ મર્યા... માતાના મંદિરે ધાર્મિક સમારોહમાં ભાગદોડમાં અમુક કચડાઈ મર્યા... દેવદેવીના દર્શને જતા-આવતા અકસ્માતમાં મરી જનારાની સંખ્યા બહુ મોટી છે. કદાચ આતંકવાદી હુમલામાં મરનારા કરતા વધુ ધર્મસ્થળો સાથે જોડાયેલા અકસ્માતમાં મરતા હશે.
આવું કેમ થાય છે? માતાજી કે દેવતા શ્રદ્ધાળુઓની રક્ષા કરવાને બદલે તેનો બલી લેવાનું કેમ પસંદ કરે છે? કાળ કેમ દેવીદેવતાના ભકતોને માર્ગમાંથી ઉપાડી જાય છે? થોડા વર્ષો પહેલાની વાત છે. કચ્છમાં એક પ્રખ્યાત ધાર્મિક સ્થળે મોટો મેળો ભરાયો હતો. દુરદુરથી બબ્બે દિવસ ચાલીને લોકો આવતા હતા. એક જ પરિવારના 8 જણાએ રોડની બાજુની વાડીમાં રાતવાસો કર્યો. એક ટ્રક રોંગ સાઇડમાં ઘુસી ગયો. ટ્રક રોંગ સાઇડમાં રોડ ઉપરથી ઉતરીને રોડથી ઘણે અંદર વાડીમાં એક હારમાં સુતેલા પરિવાર ઉપર ફરી વળ્યો. આખો પરિવાર ચગદાઈ ગયો. માન્યામાં ન આવે એવો અકસ્માત. ટ્રેકટર પલટી મારી જાય. વાહનના પૈડા નિકળી જાય. સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દે. અફવા ફેલાય અને ધકકામુકી થાય. મોટેભાગે ધાર્મિક અકસ્માતોના કારણો પણ અગમ્ય કેમ હોય છે?
જવાબ આમ છે; જાણીતા દેવદેવીઓના સ્થાનકોનો ચોકકસ પ્રભાવ હોય છે. એ સ્થળના પ્રભાવક વાઇબ્રેશન્સ હોય છે. અને એ જળવાઈ રહે તે માટે આવા ધાર્મિક સ્થળે આકરી ડિસિપ્લીન જરૂરી છે. એ વાઇબ્રેશન્સને હાનિ ન પહોંચે એવું વર્તન મુલાકાતીનું હોવું જોઈએ. બાઅદબ એમની પ્રાર્થના થાય એ સિવાય આવા સ્થળે કોઈ સામાજિક, વ્યવહારિક પ્રવૃત્તિનો નિષેધ છે. આ અદબ તુટે એટલે દેવ-દેવી ભોગ લે છે. અદબ તોડવાનું આકરૂ મૂલ્ય ચુકવવું પડે છે. ઉપરના કિસ્સામાં ચગદાયેલો પરિવાર મેળામાં જઈ રહેલો ખિસ્સાકાતરૂ પરિવાર હોઈ શકે.
હું નાનો હતો ત્યારે ટ્રેકટરમાં માનતા પુરી કરવા જતા સમુહનો ઘણીવાર હિસ્સો બન્યો હતો. મંદિર પરિસરમાં પ્રવેશતા જ મારૂ હદય ભાવભર્યુ થઈ જતું. પણ જુવાનિયા કુટુંબીજનો મંદિરના પરિસરમાં પણ છિનાળવા કરતા એવું આજે મારા સ્મરણમાં આવે છે. આવી પ્રવૃત્તિને દેવી કઈ રીતે ચલાવી લે? ઘણી વખત હું જેમા બેઠો હોઉ તે ટ્રેકટર સહેજ માટે મોટા અકસ્માતનો ભોગ થતા બચી ગયું છે. ટ્રેકટરના વ્હિલમાં અચાનક ફટાકડો થઈ ગયો. અચાનક વ્હિલ નિકળી ગયું. સામેથી આવતા વાહન સાથે અથડાતા ઇંચવાર રહી ગયું. આ અકસ્માતના પરચા મળ્યા હતા એ છિનાળવૃત્તિઓના કારણે. અને અકસ્માત અટકયા હતા મારા જેવા શુદ્ધાત્માઓના કારણે.
ભલા તમે કલેકટર કમિશનર કચેરીમાં પણ એક અદબ સાથે પ્રવેશો છો. ત્યારે પૂણ્ય સ્થળે જતા તો એથીય વિશેષ અદબ અને આદર જોઈએ. નહિતર એ દિવ્યાત્મા અકસ્માતની ચાબૂક વિંઝશે જ.
सदस्यता लें
संदेश (Atom)