शुक्रवार, 8 अप्रैल 2011

પ્રજાને ઉંઘતા રાખવાનું ધર્મ પછી બીજા ક્રમનું અફીણ


ભારત ક્રિકેટ વિશ્વકપ જીત્યુ એનો ગોકીરો હજુ શમ્યો નથી. ક્રિકેટ આખરે એક ખેલ છે. સેમી ફાઈનલમાં પાકિસ્તાન સામે ચોગ્ગા મારીને કોઈનું હ્રદય બેસાડી દેનાર સેહવાગ ફાઇનલમાં 0 માં આઉટ થઈ શકે અને આખી ટુર્નામેન્ટમાં અડધી ક્રિઝે બેટ આડુ કરીને સ્ટોપ કરીને પચ્ચી બોલમાં પાંચ રન કરનાર ધોની ફાઇનલમાં 90 ફટકારી શકે. આખરે રમત છે ભાગ્ય અને સાહસનો સરવાળો. 0 માં આઉટ થાય કે 300 માં રમત એ રમત જ રહેવી જોઇએ. ભારત ફાઇનલ જીતી ગયુ એ સાથે એ રમત પુરી થઈ, રાત ગઈ બાત ગઈ. ગંભિર ડાંચાં સાથે કલાક-બબ્બે કલાક રમત વિશે વિવેચન કરનારા કમઅક્કલોને તડીપાર કરવાનો કોક કાયદો લાવો.

કોઈ ભુખ્યુ સુઈ જાય છે, કોઈને સુવા માટે માથે છાપરૂ નથી, કોઈ માત્ર પાંચસો-હજાર રૂપિયાની સગવડતાના અભાવે સારવાર વગર મરી જાય છે ત્યાં એમને દેશદાઝને કંઈ દાઝતુ નથી અને બે-પાંચ કલાકની રમતમાં કોઈ જીતી જાય એમાં એમનો રાષ્ટ્રપ્રેમ પરવાન ચડે છે. અછોઅછો વાના થાવા માંડે છે. કોણ કોને સમજાવે કે રમતોનું સર્જન જ લોકોને નશામાં રાખવા માટે થયુ છે. ધર્મ પછી બીજા નંબરનો ઘેરો નશો રમત છે એ એ કઅક્કલોને કોણ સમજાવે.

એક બાજુ આખુ જાપાન તબાહ થઈ ગયું. જીવીત લોકો એના સ્વજનોની હયાતી કે લાશની શોધ માટે શુષ્ક આંખે રઘવાયા થઈને અહી તહી તાકતા ફરતા હતા અને બીજી તરફ લોકો રમતમાં ચોગ્ગા-છગ્ગા ઉપર હર્ષની કિકિયારીઓ પાડતા હતા. જાપાનના લોકોની અસહ્ય પિડાનો હજારમો ભાગ પણ એમની સંવેદનાના દ્વારે પહોંચ્યો નહોતો. વિશ્વના લિબિયા, યેમેન જેવા રાષ્ટ્રોમાં શાસકો-શાસકો વચ્ચેની સત્તાની સાંઠમારીમાં કંઈક નિર્દોષ લોકો તોપના ગોળા અને બંદુકની ગોળીઓનું નિશાન બન્યા હતા. એમનું અંતિમ ડુંસકું અહી કોઈના કાને અથડાયુ નહોતું. મોતના મલાજાનો આટલી હદનો લોપ મેં મારી જીંદગીમાય નથી જોયો. અરે ગામનો એક જણ મરી જાય એમાં ગામ આખામાં સોપો પડી જતો. ખાવાનું કોઈના ગળે ઉતરતું નહી. એને બદલે આજે જોયુ કે એક આખો દેશ કાળના મોઢામાં ઘસી જવાના લાઇવ ફુટેજ જોયા પછીય એના મોતનું કોઈ માતમ નથી.

આમાંથી એક વાત સ્પષ્ટ થાય છે, માણસ જેટલો ટેકનોલોજી અને ભૌતિક ઉપભોગનો આદતી થતો જાય છે એટલો સંવેદનાથી, લાગણીથી કપાતો જાય છે. એ ભુલી જાય છે કે માણસને માણસ તરીકેની સૌથી મોટી મહત્તા તેની સંવેદના થકી મળે છે.

આજેય અણ્ણા કરતા વધુ ધોનીના ગુણ ગવાય છે. આને માણસ જાત કેવાય કે કુત્તાની ઔલાદ.

1 टिप्पणी:

dinpatel1 ने कहा…

આજેય અણ્ણા કરતા વધુ ધોનીના ગુણ ગવાય છે. આને માણસ જાત કેવાય કે કુત્તાની ઔલાદ.
use wrong word please.............